GSTV
Gujarat Government Advertisement

બેંકમાં ગયા વગર જ આ ખાનગી બેંક આપી રહી છે 1 કરોડ રૂપિયાની ઈન્સ્ટન્ટ લોન, બસ આટલું કરવું પડશે

Last Updated on July 3, 2020 by pratik shah

દેશની બીજા નંબરની સૌથી મોટી ખાનગી બેંક આઈસીઆઈસીઆઈ (ICICI) બેંક થોડા દિવસ પહેલાં જ એક કરોડ રૂપિયાની ઈન્સ્ટા એજ્યુકેશન લોન આપવાની જાહેરાત કરી છે. હવે બેંકે લોનની નવી સ્કીમ લોન્ચ કરી છે. જે બાદ બેંક તરફથી ઈન્સ્ટા લોન સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેની ખાસ વાત એછેકે, તેના માટે તમારે બેંકમાં જવાની કોઈ જરૂર નથી ના તો કોઈ ડોક્યુમેન્ટ જમા કરાવવાની જરૂર છે. વાસ્તવમાં તમે ઈક્વિટી અને ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ (Mutual Fund Scheme)ના બદલામાં 1 કરોડ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. જેનું નામ ઈન્સ્ટા લોન અગેઈન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ (Insta Loan Against Mutual Fund) રાખવામાં આવ્યુ છે. આ સુવિધા તે ગ્રાહકો માટે છે જેમણે સીએએમએસ સર્વિસ્ડ મ્યુચ્યુઅલ ફંડ યૂનિટ્સ(CAMS Serviced Mutual Fund Units)ની હોલ્ડિંગ લીધી છે.

આ રીતે કરી શકો છો અરજી

  • સૌથી પહેલાં તમારે બેંકની ઈન્ટરનેટ નેટ બેંકિંગમાં લોગઈન કરવાનું રહેશે
  • ઈંશ્યોરન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પર ક્લિક કરો
  • લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ પર ક્લિક કરો
  • પ્રી ક્વોલિફાઈલ એલિજીબિલિટી જરૂર ચેક કરો
  • ટાઈપ ઓફ મ્યુચ્યુઅલ ફંડ પર સિલેક્ટ કરવાનું રહેશે.
  • સીએએમએસ પોર્ટલ પર રિક્વેસ્ટને કંફર્મ કરવું જરૂરી છે.
  • એમએફ સ્કીમ અને તેના યુનિટની જાણકારી આપો
  • તેના રજીસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપીનાં રિક્વેસ્ટને કંફર્મ કરો
  • ત્યારબાદ લોનની રકમ ભરી દો

FD સ્કીમ પણ કરી હતી લોન્ચ

ICICI બેંકે લોકડાઉનની વચ્ચે સીનિયર સિટીઝન્સ માટે ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ લોન્ચ કરી હતી. બેંક તરફથી આ સ્કીમનું નામ ICICI બેંક ગોલ્ડન ઈયર એફડી રાખવામાં આવ્યુ હતુ, આ એફડી સ્કીમમાં સીનિયર સિટીઝન ઓછામાં ઓછા 5 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝીટ કરાવી શકે છે. આ સ્કીમમાં બે કરોડ રૂપિયા સુધીની ફિક્સ્ડ ડિપોઝીટ કરાવી શકાય છે.સ્કીમમાં એફડી કરાવવા પર 6.55 ટકાનાં દરે વાર્ષિક વ્યાજ મળશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!