GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ચંદા કોચરની મુશ્કેલીઓમાં વધારો પતિ સહિત વેણુગોપાલ ધૂત વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર

ICICI બેંકના પુર્વ ચેરમેન ચંદા કોચર વિરૂદ્ધ સીબીઆઈએ લુકઆઉટ સર્કુલર જાહેર કર્યુ છે. સીબીઆઈની એફઆઈઆર બાદ હવે મની લોન્ડ્રિંગના આરોપ હેઠળ ચંદા કોચરની ઈડી પણ પૂછપરછ કરી શકે છે. ચંદા કોચર સિવાય તેમના પતિ દીપક કોચર, વીડિયોકોનના એમડી વેણુગોપાલ ધૂત વિરૂદ્ધ લુકઆઉટ સર્કુલર જાહેર કરાયુ. ગત મહિને તપાસ એજન્સીએ વેણુગોપાલ ધૂત વિરૂદ્ધ 1 હજાર 875 કરોડની લોન મામલે એફઆઈઆર દાખલ કરી હતી.

તપાસ એજન્સીના સર્કુલર બહાર ચંદા કોચર, દીપક કોચર, અને વીડિયોકોનના વેણુગોપાલ ધૂત દેશ છોડીને નહીં જઈ શકે. સર્કુલરની તમામ માહિતી દેશના તમામ એરપોર્ટને આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈડી આગામી દિવસોમાં ચંદા કોચરની પૂછપરછ કરી શકે છે. ઈડી દીપક કોચર અને વેણુગોપાલ ધુતની પણ પૂછપરછ કરી શકે છે.

મહત્વપૂર્ણ છે કે, ચંદા કોચર ત્યારે વિવાદમાં આવ્યા જ્યારે તેમણે પોતાના પતિ દીપક કોચર અને વીડિયોકોનના વેણુગોપાલ ધૂતને ફાયદો કરાવવા માટે કરોડો રૂપિયાની લોકન આપી હતી. જેથી તેમને બેંકમાંથી ચેરમેન પદ ગુમાવવાનો વારો આવ્યો હતો.

Read Also

Related posts

હોટ-સ્પોટ બની રહેલા પશ્ચિમના વિસ્તારો, શહેરમાં વાયરસનું જોર ઘટ્યું છેલ્લા 24 કલાકમાં 162 કેસો નોંધાયા

pratik shah

શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય: ધો.10-12ની પૂરક પરીક્ષાઓ જુલાઈમાં નહી લેવાય, વધતા કેસો વચ્ચે સપ્ટેમ્બર સુધી શક્ય નથી

pratik shah

કોવીડ-19 બાદ હવે ચીનમાં ફેલાયો બ્યુબોનિક પ્લેગ, અપાયું ત્રીજા સ્તરની વોર્નિંગ એલર્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!