GSTV

આ બેન્ક પાસેથી હોમ લોન લેનાર ગ્રાહકોને મોટી રાહત, હવે EMI તરીકે ચૂકવવી પડશે ઓછી રકમ

ICICI બેન્કથી હોમ લોન સહિત અન્ય લોન લેનાર લોકો માટે સારા સમાચાર છે. બેન્કે પોતાના MCLR એટલે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેંડિંગ રેટ (MCLR)માં કપાત કર્યો છે. તેની હેઠળ બેન્કે પોતાના રૂણ દરમાં 10 આધાર અંકનો કપાત કર્યો છે. બેન્કના આ નિર્ણયથી હોમ લોન લેનાર લોકોને EMI તરીકે હવે ઓછી રકમની ચૂકવણી કરવી પડશે.

ઓવરનાઈટ MCLR 7.25% હશે

1 ઓગષ્ટથી પ્રભાવિ સંશોધિત દરની હેઠળ ICICI બેન્કનું એક વર્શનું MCLR ઘટીને 7.45% રહી જશે. આ પહેલા આ 7.55% હતું. તો ઓવરનાઈટ MCLR 7.25% હશે. એક વર્ષના MCLR દરથી જ હોમ લોન જેવા લાંબા સમયગાળાના લોન લિંક્ડ હોય છે. આ પહેલા 14 જુલાઈના રોજ ICICI બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરને સંશોધિત કરી શકાય છે. જે હેછળ 7 વર્ષથી 14 દિવસ માટે FD પર 2.75% interest rate નક્કી કરવામાં આવ્યુ હતુ.

FD પર ગ્રાહકોને 5.50% વ્યાજ મળશે

તો બેન્કે એક વર્ષની FD પર 5.15% વ્યાજ આપી રહી છે. તો 18 મહીના અને 2 વર્ષની FD પર 5.35% વ્યાજ આપી રહી છે. ત્રણ વર્ષથી અધિકની FD પર ગ્રાહકોને 5.50% વ્યાજ મળશે. સાથે જ ત્રણ વર્ષથી 10 વર્ષ સુધીના ટર્મ ડિપોઝિટ પર પણ 5.50% વ્યાજ મળશે. બધી યોજનાઓમાં વરિષ્ઠ નાગરિકોને 50 ટકા પોઈન્ટ વધારે વ્યાજ મળશે.

READ ALSO

Related posts

સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિએશનની ચૂંટણીમાં 4 વખતથી પ્રમુખપદે રહેલા સમીર શાહના એકચક્રી શાસનનો અંત

Nilesh Jethva

રાજ કપૂર જીવતા હોત તો કરીના કપૂરની આ ઇચ્છા પૂરી થઈ હોત, જાણો ‘સિધ્ધિમા’ની ઇચ્છા

Ankita Trada

6 વર્ષમાં ગુજરાતના દિલ્હીમાં બેઠેલા નેતાઓએ ગુજરાત માટે શું કર્યું?, ખેડૂતોને મળ્યું માત્ર ફદિયું

Karan
Do NOT follow this link or you will be banned from the site!