પ્રાઈવેટ સેક્ટરની ICICI બેન્કમાં ખાતું ધરાવનાર ગ્રાહકો માટે મોટા સમાચાર છે. જો તમે પણ ICICI બેન્કની મોબાઈલ બેન્કિંગનો વપરાશ કરો છો તો તમે આજે ફટાફટ તેને અપડેટ કરી લો નહીતર કાલથી તમે તેનો વપરાશ કરી શકશો નહી. બેન્કે ગ્રાહકોને મેસેજ મોકલી તેના વિશે જાણકારી આપી દીધી છે. બેન્કે કહ્યું કે, અપડેટ નહી કરનાર ગ્રાહક 20 જાન્યુઆરીથી તેનો વપરાશ કરી શકશે નહી.

તમને જણાવી દઈએ કે, કોરોનાકાળમાં મોબાઈલ બેન્કિંગ થકી આ ગ્રાહકોને ઘણો ફાયદો મળ્યો હતો. તેની મદદથી ગ્રાહકોને ઘર બેઠા પોતાના બધા કામકાજ કરી લીધા હતા. તો આગળ પણ આ મોબાઈલ બેન્કિંગને સતત વપરાશ કરવા માટે અપડેટ કરી લો.
બેન્કે કર્યા એલર્ટ
બેન્કે મેસેજમાં લખ્યુ છે કે, પ્રિય ગ્રાહક જો તમે ICICI Bank નો જૂનો iMobile એપનો વપરાશ કરી રહ્યા છે, તો તેને અપડેટ કરી લો. આ વર્ઝનની સેવાઓ 20 જાન્યુઆરી 2021 બાદ કામ કરશે નહી.
બેન્કના પ્રવક્તાએ આપી જાણકારી
ICICI બેન્કના પ્રવક્તાએ કહ્યું, ICICI બેન્ક નિયમિત રૂપથી પોતાના મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન, iMobile ે અપગ્રેડ કરતા રહે છે. આ ગ્રાહકોની સુવિધાને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનતમ સુવિધાઓને લોન્ચ કરવાના બેન્કના પ્રયાસનો એક ભાગ છે. તેને અનુરુપ અમે ઘણા બધા નવા ફીચર્સની સાથે એક નવું વર્ઝન ઉપલબ્ધ કરાવ્યું છે. તેથી અને તે ગ્રાહકોને આગ્રહ કરી રહ્યા છે. બધા લોકો પોતાના એપના વર્ઝનને અપડેટ કરી લો. જો તમે 20 જાન્યુઆરી 2021 સુધી પોતાની એપને અપડેટ કરી નથી તો તમે ત્યારબાદમાં પણ પ્લે સ્ટોર પરથી પોતાના imobile banking app ને અપગ્રેડ કરાવી શકો છો.
કેવી રીતે કરાવી શકો છો અપડેટ
- સૌ પ્રથમ iMobile લોગિન કરવા માટે પોતાનો પિન નાખો.
- પિન નાખતા જ બેન્કનો મેસેજ તમને જોવા મળશે.
- મેસેજની નીચે અપડેટ બટન હશે.
- આ બટન પર ક્લિક કરો.
- હવે તમે ગૂગલ પ્લે સ્ટોરની iMobile App પર પહોંચી જશો.
- ત્યાં તમારે અપડેટ પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારુ વર્ઝન અપડેટ થઈ જશે.
એપમાં કર્યું કંવર્ટ
તમને જણાવી દઈએ કે, હાલમાં અત્યાધુનિક મોબાઈલ બેન્કિંગ એપ આઈમોબાઈલને એક એવી એપમાં તબ્દીલ કરી દીધી છે, જે કોઈપણ બેન્કના ગ્રાહકોને ચૂકવણી અને બેન્કિંગ સેવાઓ પ્રદાન કરશે. આઈમોબાઈલ પેમેન્ટ એપ થકી ગ્રાહકોને ઘણા પ્રકારની સેવાઓ મળશે. તે થકી ગ્રાહક કોઈપણ UPI આઈડી અથવા વેપારીઓની ચૂકવણી કરવામાં સક્ષમ બનાવવાનું, તેમની વિજળી બિલોની ચૂકવણી કરવી અને ઓનલાઈન રિચાર્જ કરવા જેવી ઘણા પ્રકારની સુવિધાઓ મળશે.
READ ALSO
- સલાહ/ આકર્ષક ફિગર જોઈએ તો કરીના કપૂરના આ વેટ લોસ સીક્રેટને કરો ટ્રાય, ઝીરો ફિગરના માલિક બની જશો
- બાલાકોટ એરસ્ટ્રાઈક : આજના દિવસે બે વર્ષ પહેલાં ભારતે પુલવામા હુમલાનો લીધો હતો બદલો, 1,000 કિલોના વરસાવ્યા હતા બોમ્બ
- સ્ટડિ/ રિસર્ચમાં સ્વાસ્થ્ય અંગે થયો ચોંકાવનારો ખુલાસો, વહેલા સુવાથી વધી શકે છે હાર્ટ એટેકનું જોખમ
- અમેરિકાએ એવું તો શું કર્યું કે શેરબજારમાં આવ્યો 1487 પોઈન્ટનો કડાકો : સેન્સેક્સ 50 હજારથી નીચે, રોકાણકારોના કરોડો ડૂબ્યા
- ખાસ વાંચો / જો તમે પણ બેંક લોકરમાં રાખો છો આ કીંમતી સામાન તો જરૂરથી કરો આ કામ, નહિ તો થશે મોટુ નુકશાન