GSTV

ICICI બેંકના ગ્રાહકોને મોટો ઝટકો/ ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે સૌથી મહત્વના સમાચાર, 10 ફેબ્રુઆરી પછી આ કામ માટે આપવો પડશે વધારે ચાર્જ

Last Updated on January 15, 2022 by Pravin Makwana

ICICI બેંક ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. બેંકે તેના ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલી વિવિધ ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં, બેંકે તેના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને મેસેજ દ્વારા જાણ કરવાનું શરૂ કર્યું છે. ICICI બેંકનું કહેવું છે કે, તેણે 10 ફેબ્રુઆરી 2022 થી ક્રેડિટ કાર્ડ લેટ પેમેન્ટ ફી, રોકડ એડવાન્સ ટ્રાન્ઝેક્શન ફી, ચેક રિટર્ન ફી, ઓટો ડેબિટ રિટર્ન ફી વધારવાનો નિર્ણય લીધો છે.

બેંકની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, 10 ફેબ્રુઆરી, 2022 થી ICICI બેંક ક્રેડિટ કાર્ડ્સમાંથી રોકડ એડવાન્સના કિસ્સામાં, ટ્રાન્ઝેક્શન ફી એડવાન્સ રકમ પર 2.50 ટકા હશે, જે ન્યૂનતમ રૂ. 500ને આધિન છે. ચેક રિટર્ન ફી અને ઓટો ડેબિટ રિટર્ન ફી કુલ બાકી રકમના 2% હશે, જે ઓછામાં ઓછા રૂ. 500ને આધીન રહેશે.

લેટ પેમેન્ટ ફી ચાર્જ

ICICI બેંક એમેરાલ્ડ ક્રેડિટ કાર્ડ સિવાયના અન્ય તમામ ક્રેડિટ કાર્ડના કિસ્સામાં, વિલંબિત ચુકવણી ફી નીચે મુજબ હશે.

ICICI બેંક એવું પણ કહે છે કે ચેક રિટર્ન ફી અને ઓટો ડેબિટ રિટર્ન ફીના કિસ્સામાં ગ્રાહકના બચત ખાતામાંથી રૂ. 50 ઉપરાંત GST પણ અલગથી કાપવામાં આવશે.

READ ALSO

Related posts

દાવ થઈ ગયો/ પતિ સાથે ઝઘડો થયો તો પત્નીએ મિલાવટની પોલ ખોલી નાખી, ખાદ્ય વિભાગને કહ્યું-પતિ બનાવે છે નકલી ઘી

Pravin Makwana

Free Ration News : મફત અનાજ મેળવવા બસ કરો આ કામ, સરકારે ગરીબોને આપી રાહત

Vishvesh Dave

USAમાં વેપારની તક : અહીં બેઠા અમેરિકામાં વેચાણ કરવું છે? Walmart આપે છે, માર્કેટમાં પ્રવેશવાનો વિકલ્પ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!