GSTV

હવે બેન્ક બંધ હોય તો પણ લઈ શકશો ATM અને ચેકબુક, આ બેન્કે કરી એક અનોખી સર્વિસની શરૂઆત

Last Updated on January 29, 2020 by Ankita Trada

દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેન્ક ICICI એ ‘આઈબોક્સ’ નામની નવી સર્વિસ શરૂ કરી છે. દેશની પ્રથમ અનન્ય સ્વંય-સર્વિસ ડિલીવરી સુવિધા ‘આઈબોક્સ’ ગ્રાહકોને હવે 24*7 બધી જ બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ કરશે, બેન્કે આ સેવાને દેશના 17 શહેરની 50 શાખાઓમાં શરૂ કરી છે. જો સરળ શબ્દોમાં કહીએ તો, હવે ગ્રાહક પોતાના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ચેક બુક અને રિટર્ન ચેક જેવી સુવિધાઓ પોતાના ઘર પાસેથી બ્રાન્ચ ઓફિસમાંથી મળી શકશે. તે પણ કોઈપણ જાતની પરેશાનીનો સામનો કર્યા વગર 24 કલાક આ સર્વિસની સુવિધા પ્રાપ્ત કરી શકશે. ‘

આ સર્વિસ તે લોકો માટે ખૂબ જ મહત્વની રહેશે જે લોકોને ઓફિસમાં નોકરી કરતા હોવાથી બેન્કમાંથી આવતા પેકેજને લેવા માટે ઘર પર હાજર રહેતા નથી. આઈબોક્સ ટર્મિનલ બેન્કોની બ્રાન્ચના પરિસરની બહાર લગાવવામાં આવશે, જે બેન્ક બંધ હોવા છતાં પણ હાજર રહેશે. સુરક્ષાના કવચ તરીકે આ સર્વિસ OTP થકી કામ કરશે. જેમાં ગ્રાહક રજાના દિવસે પણ પોતાના રજિસ્ટાર્ડ ફોનથી એક્સેસ કરી શકે છે.

ICICI Bankની આઈબોક્સ સર્વિસથી ગ્રાહકોને થશે આ ફાયદો

બેન્કના ગ્રાહક 24* 7

એટલે કે રવિવાર અને બધી જ જાહેર રજાના દિવસે પણ પોતાની સુવિધા પ્રમાણે કોઈપણ સમયે આઈબોક્સનો વપરાશ કરી શકશે.

લાઈવ ટ્રેકિંગ

ગ્રાહકોને દરેક સ્તર પર તેમના મોકલવામાં આવેલ ડિલિવરબલ્સનું સ્ટેટસની સ્થિતિ વિશે સૂચના આપવામા આવશે. જેનાથી પ્રસેર્સ ટેન્શન ફ્રી થઈ જાય છે.

મજબૂત સુરક્ષા

આઈબોક્સનો વપરાશ ગ્રાહક દ્વારા પોતાના રજિસ્ટાર્ડ મોબાઈલનો વપરાશ કરીને જ કરવામાં આવશ. જેને ઓટીપી એટલે કે, વન ટાઈમ પાસવર્ડ સિસ્ટમની સાથે સુરક્ષિત કરવામાં આવી શકે છે.

આ શહેરોની બ્રાન્ચમાં મળશે આઈબોક્સની

ICICI બેંક દ્વારા આપવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી-એનસીઆર, મુંબઇ, ચેન્નઇ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે, નવી મુંબઈ, સુરત, જયપુર, ઇન્દોર, ભોપાલ, લખનઉ, નાગપુર, અમૃતસર લુધિયાના અને પંચકુલામાં આ ‘આઈબોક્સ’ની સર્વિસ સ્થાપિત કરવામાં આવ્યા છે.

ICICI Bank
ICICI Bank

ICICI Bank ની આઈબોક્સ સર્વિસ વિશે વધારે માહિતી મેળવવા માટે visit https://www.icicibank.com/Personal-Banking/ibox.page

READ ALSO

Related posts

રેલ્વેની મોટી જાહેરાત: એરપોર્ટની જેમ લક્ઝુરિયસ બનાવવામાં આવશે આ 5 સ્ટેશન, મળશે વિશ્વ કક્ષાની સુવિધા, જાણો કેટ કેટલું બદલાઈ જશે

Vishvesh Dave

પિંક પોલ્યૂશન / નદી, તળાવ, વૃક્ષ, છોડ થયા ‘ગુલાબી’, માનવીઓના લોભના કારણે પર્યાવરણને થઇ રહ્યું છે ભારે નુકશાન

Zainul Ansari

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!