GSTV

કામના સમાચાર/ આવતા સપ્તાહે આ બેન્કના સર્વિસ ચાર્જમાં થવાના છે આ 10 મોટા ફેરફાર, જાણો તમારા પર શું થશે અસર

ICICI

Last Updated on July 28, 2021 by Karan

પ્રાઇવેટ સેક્ટરના લેન્ડર, ICICI બેન્કે ઘરેલુ બચત ખાતાધારકો માટે કેશ ટ્રાન્ઝેક્શનના રિવાઇન્ડ લિમિટ્સ, ATM ઇન્ટરચેન્જ અને ચેકબુક ચાર્જજ પર એક નોટિસ જારી કરે છે. ICICI બેંકે આ અંગે પોતાની વેબસાઈટ પર જાણકારી આપી છે. આ ફેરફાર અવનારા સપ્તાહ એટલે 1 ઓગસ્ટ 2021થી લાગુ થશે. જો તમારું ICICI બેન્કમાં ખાતું છે તો તમે ATM અને બેન્કથી પૈસા વિડ્રો કરવાના નિયમો અંગે જાણી લો, જો આવતા સપ્તાહે બદલાવાના છે.

આવતા સપ્તાહથી થવાના છે ફેરફાર

તમે પહેલા નિયમો અંગે જાણી લો અને એ નિયમો નૌસાર ટ્રાન્ઝેક્શન કરવું નહિ તો ચાર્જ ચૂકવવો પડશે. આઓ જાણીએ ICICI બેન્કના એ નિયમો અંગે જે આવતા સપ્તાહથી બદલાવાના છે.

  • ICICI બેન્કની વેબસાઈટ મુજબ, એક મહિનામાં 6 મેટ્રો સ્ટેશન(મુંબઈ, નવી દિલ્હી, ચેન્નાઇ, કોલકાતા, બેંગ્લોર અને હૈદરાબાદ)માં પહેલા 3 વ્યવહાર(નાણાકીય-બિનનાણાંકીય ) મળશે.
  • અન્ય બીજા સ્થળોએ તમામ 5 વ્યવહાર ફ્રી હશે
  • ત્યાર પછી બેન્ક 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન અને 8.50 રૂપિયા પ્રતિ નોન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન ચાર્જ કરશે. આ ચાર્જ સિલ્વર, ગોલ્ડ, મેગ્નમ, ટાઇટેનિયમ અને વેલ્થ કાર્ડ ધારકો માટે લાગુ થશે.
  • ICICI Bank પ્રતિ માસ કુલ 4 ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપશે.
  • બેન્કની વેબસાઈટ મુજબ, ફ્રી લિમિટથી વધુ ટ્રાન્ઝેક્શન પર 150 રૂપિયા ચાર્જ લાગશે.
  • 1 ઓગસ્ટથી આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકો માટે હોમ શાખાની રોકડ મર્યાદા દર મહિને એકાઉન્ટ દીઠ 1 લાખ રૂપિયા હશે.
  • બેંકે કહ્યું કે, 1 લાખથી વધુ, 1000 રૂપિયા દીઠ 5 રૂપિયા, ઓછામાં ઓછા 150 રૂપિયા ચાર્જ કરવા પડશે.
  • નોન-હોમ શાખાઓ પર દરરોજ રૂ. 25,000 સુધીના રોકડ વ્યવહાર માટે કોઈ ચાર્જ નહીં. 25,000 ની ઉપર, રૂ .1000 દીઠ રૂ., ન્યૂનતમ 150 રૂપિયા ચાર્જ કરવા પડશે.
  • થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્શન માટેની મર્યાદા દરરોજ 25,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એનાથી ઉપરના વ્યવહારો માટે, ટ્રાન્ઝેક્શન દીઠ 150 રૂપિયા ચૂકવવા પડશે. 25,000 ની મર્યાદાથી વધુના રોકડ વ્યવહારને મંજૂરી નથી.
  • એક વર્ષમાં 25 પાનાની ચેક બુક માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. આ મર્યાદાથી ઉપર બેંક 10 પાનાની પ્રત્યેક વધારાની ચેક બુક માટે 20 રૂપિયા લેશે.
  • આઈસીઆઈસીઆઈ બેંક તરફથી નિયમિત અને પગાર ખાતામાંથી મહિનામાં પ્રથમ 4 ટ્રાન્ઝેક્શન માટે કોઈ ચાર્જ નહિ લાગે. તે પછી તે જ મહિનામાં 1000 રૂપિયા દીઠ 5 રૂપિયા અથવા ઓછામાં ઓછા 150 રૂપિયા કાપવામાં આવશે.

Read Also

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!