GSTV
Gujarat Government Advertisement

દુનિયાનો બીજા નંબરનો સૌથી લોકપ્રિય સ્ટોક બન્યો ICICI, તો આ કંપની રહી નંબર-1 પર

whatsapp

Last Updated on July 29, 2020 by Karan

ભારતની દિગ્ગજ પ્રાઈવેટ સેક્ટરની બેન્ક ICICI આ સમયે દુનિયાની બીજી સૌથી લોકપ્રીય સ્ટોક બની ગયો છે. પ્રથમ નંબર પર ઈ-કોમર્સ દિગ્ગજ અલીબાબા છે. 59 વિશ્લેષકોને ICICI બેન્કને ટ્રેક કર્યો અને બધાએ તેને ખરીદવાની સલાહ આપી છે. બીજી તરફ વધુ 64 નિષ્ણાંતોએ અલીબાબાને ટ્રેક કર્યા છે. જેમાંથી 63 એ તેને ખરીદવાની સલાહ આપી છે. જ્યારે કે, 1 એ હજુ હોલ્ડ પર રહેવા માટે કહ્યુ છે.

રોકાણકારોને 8.70 ટકાનું વર્ષનુ રિટર્ન

જો વાત કમાણીની કરીએ તે, ICICI બેન્કે છેલ્લા 10 વર્ષમાં શાનદાર પ્રદર્શન દેખાડ્યુ છે. બેન્કે જુલાઈ 2010થી જુલાઈ 2020ની વચ્ચે રોકાણકારોને 8.70 ટકાનું વર્ષનુ રિટર્ન આપ્યુ છે. જ્યારે આ દરમિયાન સેંસેક્સમાં 7.8 ટકાનો વધારો થયો છે.

ભારતમાં આ બેન્કિંગ શેર કરી રહ્યા છે કમાલ

જો વાત માત્ર ભારતની કરીએ તો અહીંયા બેન્કમાં કોટક મહિન્દ્રા બેન્કે સૌથી વધારે 21.60 ટકાનુ રિટર્ન આપ્યુ છે. તો HDDFC બેન્કે 18.48 ટકા રિટર્ન આપ્યુ છે, સિટી યૂનિયન બેન્કે 16.40 ટકાનુ રિટર્ન આપ્યુ છે અને ઈંજસઈંડ બેન્કે 9.63 ટકાનું રિટર્ન આપ્યુ છે. છેલ્લા 10 વર્ષમાં વર્ષના વ્યાજદરના હિસાબથી ભારતીય સ્ટેટ બેન્કમાં 2.25 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે કે, AXIS BANK 4.88 ટકા વધી રહ્યો છે અને દ ફેડરલ બેન્ક પણ જુલાઈ 2010થી અત્યાર સુધી 5.3 ટકા વધ્યો છે.

બેન્કનો સ્ટોક ખરીદવાનું સૂચન કર્યું

લગભગ 57 જેટલા વિશ્લેષકોએ એક્સિસ બેંક અને ઈન્ડસઇન્ડ બેન્કને ટ્રેક કર્યા છે. જેમાંથી 44એ એક્સિસ બેંક અને 35 ઇન્ડસઇન્સ બેન્કનો સ્ટોક ખરીદવાનું સૂચન કર્યું છે. બીજી તરફ, HDFC બેંકને ટ્રેકિંગ કરનાર 56 વિશ્લેષકોમાંથી 51 એ તેને ખરીદવાનું સૂચન કર્યું છે, એકને વેચવાનું કહ્યું છે, જ્યારે 4 એ હોલ્ડ પર રાખવાનું કહ્યું છે.

સ્ટોક ખરીદવાની સલાહ આપી

અમારા સહયોગી ઈટી નાઉના એક પોલ પ્રમાણએ જે આંકડો નીકળ્યો હતો. જૂનમાં ખતમ થયેલી ત્રિમાસીરમાં ICICI બેન્ક પર તે ખરુ ઉતર્યુ હતુ. તેમ છતા તેના નિષ્ણાંતોએ આ સ્ટોક ખરીદવાની સલાહ આપી હતી. ઉલ્લેખનીય છે કે, જૂન ત્રિમાસિકમાં બેન્કને 2,599 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. જે ઈટી નાઉના પોલથી 3,300 કરોડ રૂપિયાના ફિગરથી ઓછો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!