GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

કોરોના કાળમાં આ બેન્કના કર્મચારીઓને મળશે બોનસ, આટલા ટકા વધી જશે સેલરી

બેન્ક

ખાનગી ક્ષેત્રની દિગ્ગજ ICICI બેન્ક કોરોના સંકટ વચ્ચે પણ ડ્યૂટી નિભાવી રહેલા આશરે 80 હજાર કર્મચારીઓને ઇનામ આપવા જઇ રહી છે. બેન્ક આ કર્મચારીઓની સેલરીમાં 8 ટકાનો વધારો કરશે. તેનો લાભ તે જ કર્મચારીઓને મળશે જે ગ્રાહકોને સવા આપવા જેવા અગ્રિમ મોરચા પર હતાં. જો કે કંપનીના આશરે 80 ટકા કર્મચારીઓને તેનો લાભ મળશે.

એક અહેવાલ અનુસાર બેન્કના કેટલાંક વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યું કે સેલરીમાં વધારો નાણાંકીય વર્ષ 2020-21 માટે થશે, પરંતુ આ જુલાઇથી લાગુ થશે.

આ કર્મચારીઓને થશે ફાયદો

બેન્કનો આ નિર્ણય તેવા સમયમાં મહત્વનો છે, જ્યારે કોરોના સંકટ વચ્ચે મોટાપાયે કંપનીઓ કર્મચારીઓને છટણી કરી રહી છે અને વેતન પર કાતર ફેરવી રહી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર, બેન્ક M1 ગ્રેડ અને તેનાથી નીચેના કર્મચારીઓને તેનો લાભ મળશે. આ એવા કર્મચારીઓ છે જે ગ્રાહકોને સેવાઓ આપે છે અને તે સુનિશ્વિત કરે છે કે બેન્કની બ્રાન્ચનું અને અન્ય કામ સુચારુરૂપે ચાલી શકે.

બેન્ક સતત આપી રહી છે સેવા

મહત્વનું છે કે સમગ્ર લોકડાઉન અને કોરોના સંકટ વચ્ચે પણ ICICI જેવી અનેક બેન્કો દરરોજ સીમિત કર્મચારીઓ અને સીમિત કલાકો માટે પોતાની સેવાઓ સતત આપતી રહી. દેશમાં અનેક ચરણોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યા બાદથી જ અર્થવ્યવસ્થા ડગમગી ગઇ છે. મોટાભાગના કામ-ધંધા બરબાદ થઇ ગયાં હતા, પરંતુ બેન્કોએ પોતાની સેવાઓ ચાલુ રાખી. તે બાદ ગત મહિને અનલોક-1 લાગુ થયા બાદ મોટાભાગના બિઝનેસ શરૂ થઇ ચુક્યા છે, તેવામાં બેન્કોનું કામકાજ પણ વધી ગયુ છે. દેશમાં કોરોના સંકટ હજુ ટળે તેમ નથી લાગી રહ્યુ. દેશમાં કોરોના સંક્રમણના કેસ 7 લાખને પાર થઇ ગયા છે અને 20 હજારથી વધુ લોકોના મોત થઇ ચુક્યાં છે.

Read Also

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel

VIDEO: અયોધ્યામાં શ્રીરામના આગમન ઉપર અક્ષરા સિંહનું આ ગીત, વિડીયો મચાવી રહ્યો છે યુ-ટ્યુબ ઉપર ધૂમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!