GSTV

હવે પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ, આ બેન્કે ડિજિટલ બેંન્કિગ માટે લોન્ચ કરી નવી સુવિધા

ICICI Bank

કેન્દ્રમાં રહેલી મોદી સરકાર સતત ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ તેની સાથે જ ઓનલાઈન બેન્કિંગ ફ્રોડના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. સાથે જ ઓનલાઈન ટ્રાંન્જેક્શન કરનાર વ્યક્તિઓની સૌથી મોટી સમસ્યા પાસવર્ડ ભૂલી જવાનું હોય છે. આ સમસ્યાનું સમાધાન કરવા માટે ICICI બેન્કે ડિજિટલ બેન્કિંગ માટે OTP આધારિત લોગ ઈન સિસ્ટમ લોન્ચ કરી છે.

જેથી હવે ગ્રાહકોને પોતાના ઈન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડને યાદ રાખવાની જરૂરીયાત નહી રહે. આ સુવિધાથી ગ્રાહક પોતાના રજિસ્ટાર્ડ મોબાઈલ નંબરથી વન ટાઈમ પાસવર્ડ (OTP)ની સાથે ડેબિટ કાર્ડના પિન નંબરનો ઉપયોગ કરીને પોતાના ઈન્ટરનેટ બેન્કિંગમાં લોગ ઈન કરી શકશે.

આ રીતે કરી શકશો લોગ ઈન

બેન્કની વેબસાઈટ www.icicibank.com પર જઈને ‘Login’ પર ક્લિક કરો.
બેન્કની સાથે રજિસ્ટાર્ડ મોબાઈલ નંબર એન્ટર કરી ‘Get OTP’ ઓપ્શન પર ક્લિક કરો.
OTP અને પોતાના ડેબિટ કાર્ડના પીન નંબરની એન્ટ્રી કરો અને ‘Proceed’ પર ક્લિક કરો.

આ છે OTP આધારિત લોગઈન સિસ્ટમના ગુણ

OTP જનરેટ થયા બાદ એલર્ટ માટે એક ઈ-મેઈલ આવશે.

લોગ ઈન કરવાની પ્રારંપરિક પ્રક્રિયા અને OTP લોગ ઈન વચ્ચે સરળ નેવિગેશન સ્થાપિત કરવામાં આવશે.
સરળ હોવાની સાથે આ પ્રક્રિયા ખૂબ જ સરુક્ષિત છે.

READ ALSO

Related posts

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

Dilip Patel

આ ટાઈપના છોકરાઓ પાછળ મોહી જાય છે છોકરીયું, નથી કરી શકતી જાત પર કંટ્રોલ

Pravin Makwana

ગર્લ્સ અહીં ધ્યાન આપો/ હાઈ હિલ્સ પહેરવાના ચક્કરમાં આપને પણ થઈ શકે છે આ પાંચ બિમારી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!