GSTV

બચત / આ બેન્કે રજૂ કર્યું ખાસ ક્રેડિટ કાર્ડ, પેટ્રોલ-ડીઝલ પર આપશે આટલા ટકા કેશબેક, એ ઉપરાંત પણ સંખ્યાબંધ ફાયદા

Last Updated on July 20, 2021 by Harshad Patel

આઇસીઆઇસીઆઈ બેંકએ આજે એક કાર્ડમાં વિવિધ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ બદલ જુદા જુદા લાભ અને રિવોર્ડ પોઇન્ટ મેળવવા યુઝર્સને સક્ષમ બનાવવા હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) સાથે કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. ‘આઇસીઆઇસીઆઈ બેંક એચપીસીએલ સુપર સેવર ક્રેડિટ કાર્ડ’ નામ ધરાવતું આ કાર્ડ ફ્યુઅલ તેમજ ઇલેક્ટ્રિસિટી અને મોબાઇલ, બિગ બાઝાર અને ડી-માર્ટ જેવા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ તથા ઇ-કોમર્સ પોર્ટલ્સ સહિત અન્ય કેટેગરીઓ પર શ્રેષ્ઠ રિવોર્ડ અને બેનિફિટ ઓફર કરશે. વિઝા દ્વારા પાવર આ કાર્ડ એની કેટેગરીમાં અન્ય કાર્ડ વચ્ચે વિશિષ્ટ છે. આ કેટેગરીઓમાં અન્ય કાર્ડ સામાન્ય રીતે ખર્ચની એકમાત્ર કેટેગરીમાં જ બેનિફિટ ઓફર કરશે.

fd

આઇસીઆઇસીઆઈ બેંક એચપીસીએલ સુપર સેવર ક્રેડિટ કાર્ડની ખાસિયતો

• રિવોર્ડ્ઝ:
• એચપીસીએલ રિટેલ આઉટલેટ્સ પર ઇંધણના ખર્ચ પર 5 ટકા કેશબેક, જેમાં 4 ટકા કેશબેક અને 1 ટકા સરચાર્જ વેવર સામેલ છે
• ઉપરાંત એચપીસીએલની ‘એચપી પે’ એપ દ્વારા ઇંધણના ખર્ચ પર પેબેક રિવોર્ડ પોઇન્ટ્સ
• ઇલેક્ટ્રિસિટી અને મોબાઇલના ખર્ચ પર તેમજ બિગ બાઝાર અને ડી-માર્ચ જેવા મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ પર ખરીદી પેબેક રિવોર્ડ પોઇન્ટ્સ તરીકે 5 ટકા બેનિફિટ
• સ્થાનિક સ્ટોર્સ અને ઓનલાઇન ખરીદી માટે ઇ-કોમર્સ પોર્ટલ્સ પર ખરીદી સહિત અન્ય તમામ કેટેગરીઓ પર રૂ. 100ના ખર્ચદીઠ 2 પેબેક પોઇન્ટ
• જોઇનિંગ બેનિફિટ તરીકે 2000 પેબેક પોઇન્ટ્સ, જે કાર્ડના એક્ટિવેશન પર ગ્રાહકના પેબેક એકાઉન્ટમાં જમા થાય છે
• એપનો ઉપયોગ કરીને રૂ. 1000 કે વધારાના મૂલ્યના પ્રથમ વ્યવહાર પર ‘એચપી પે વોલેટ’માં રૂ. 100નું કેશબેક

credit card

આ વિશેષ ફાયદાઓનો પણ મળશે લાભ

• ઉદ્યોગમાં પ્રથમ કોમ્પ્લિમેન્ટરી 24×7 રોડસાઇડ આસિસ્ટન્સ
• રૂ. 1,50,000/-ના ખર્ચ પર વાર્ષિક ફીમાં માફી
• કોમ્પ્લિમેન્ટરી ડોમેસ્ટિક એરપોર્ટ લોંજની સુવિધા
• બુકમાયશો અને આયનોક્સ પર ફિલ્મોની ટિકિટના બુકિંગ્સ પર વિશિષ્ટ ડિસ્કાઉન્ટ
• બેંકની કલનરી ટ્રીટ્સ પ્રોગ્રામ દ્વારા એક્સક્લૂઝિવ ડાઇનિંગ ઓફર

ઇંધણની ખરીદી માટે પેબેક પોઇન્ટ પણ રીડિમ કરી શકે

પેબેક પોઇન્ટ્સ ગ્રાહકના પેબેક એકાઉન્ટમાં જમા થાય છે, જે કાર્ડ ઇશ્યૂ કરવાના સમયે ઓટો-ક્રીએટ થાય છે. પછી ગ્રાહકો પેબેક વેબસાઇટ, ‘એચપી પે’ અથવા પેબેક પાર્ટનર્સ સ્ટોર્સ/વેબસાઇટ પર તેમની પસંદગી મુજબ આ પોઇન્ટ રીડિમ કરી શકે છે. તેઓ એચપીસીએલ રિટેલ આઉટલેટ્સમાં ઇંધણની ખરીદી માટે પેબેક પોઇન્ટ પણ રીડિમ કરી શકે છે.

CREDIT-CARD

આઇસીઆઇસીઆઈ બેંકમાં નવીન સુવિધાઓ પ્રસ્તુત કરવા સતત આતુર

આઇસીઆઇસીઆઈ બેંકના અનસીક્યોર્ડ એસેટ્સના હેડ સુદિપ્તા રૉયે કહ્યું હતું કે, “અમે આઇસીઆઇસીઆઈ બેંકમાં નવીન સુવિધાઓ પ્રસ્તુત કરવા સતત આતુર છીએ, જે ગ્રાહકોની વધતી અને બદલાતી જરૂરિયાતો પૂર્ણ કરશે. અમને ‘આઇસીઆઇસીઆઈ બેંક એચપીસીએલ સુપર સેવર ક્રેડિટ કાર્ડ’ પ્રસ્તુત કરવા એચપીસીએલ સાથે જોડાણ કરવાની ખુશી છે. સામાન્ય રીતે આ પ્રકારના ક્રેડિટ કાર્ડ એક કેટેગરીમાં ખર્ચ પર વિવિધ બેનિફિટ ઓફર કરશે. આ કાર્ડ એ અવરોધને તોડે છે, કારણ કે આ કાર્ડ ગ્રાહકોને દરેક નાણાકીય વ્યવહાર પર બચત કરવા સક્ષમ બનાવશે. આ સુવિધા કાર્ડને ખરાં અર્થમાં બચતનો ‘સુપરસ્ટાર’ બનાવશે. અમારું માનવું છે કે, જ્યારે આ કાર્ડ ગ્રાહકોને વધારે બચત કરવા સક્ષમ બનાવશે, ત્યારે ડિજિટલ પેમેન્ટ્સની સુવિધાનો લાભ આપશે.”

ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપવા વિશિષ્ટ ઓફર

એચપીસીએલના રિટેલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એસ કે સુરીએ કહ્યું હતું કે, “એચપીસીએલને ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપવા વિશિષ્ટ ઓફર અને રિવોર્ડ આપવા ‘આઇસીઆઇસીઆઈ બેંક એચપીસીએલ સુપર સેવર ક્રેડિટ કાર્ડ’ પ્રસ્તુત કરવા આઇસીઆઇસીઆઈ બેંક સાથે જોડાણ કરવાની અતિ ખુશી છે. આ ક્રેડિટ કાર્ડ રિટેલ આઉટલેટ્સ પર ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે અને ગ્રાહકોને એની નવીન ઓફર સાથે તેમની નવી અપેક્ષાઓ પૂર્ણ કરશે. જ્યારે ગ્રાહકો આ કાર્ડનો ઉપયોગ અમારી એચપી એપ પર કરશે, ત્યારે તેમને વધારાના લૉયલ્ટી પોઇન્ટ પણ મળશે.”

100 ટકા કોન્ટેક્ટલેસ અને પેપરલેસ રીતે ડિજિટલ કાર્ડ મળશે

ગ્રાહકો બેંકના ઇન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મ કે મોબાઇલ બેંકિંગ એપ, આઇમોબાઇલ પે દ્વારા ‘આઇસીઆઇસીઆઈ બેંક એચપીસીએલ સુપર સેવર ક્રેડિટ કાર્ડ’ માટે અરજી કરી શકે છે. તેમને 100 ટકા કોન્ટેક્ટલેસ અને પેપરલેસ રીતે ડિજિટલ કાર્ડ મળશે. આ ફિઝિકલ કાર્ડ ગ્રાહકોને થોડા દિવસોની અંદર આઇસીઆઇસીઆઈ બેંક દ્વારા ગ્રાહકોને મોકલવામાં પણ આવે છે. ઉપરાંત ગ્રાહકો આઇમોબાઇલ પે એપ પર તેમના નાણાકીય વ્યવહારના સેટિંગ અને ધિરાણની સુવિધાજનક મર્યાદાનું મેનેજ કરી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ગૌહત્યાની તરફેણમાં ભાજપના મંત્રીનો બફાટ: મટનથી વધારે ગૌમાંસ ખાઓ, ભાજપની વિચારધારાનું પડીકું વાળીને ફેંકી દીધું

Pravin Makwana

આટલી હોવી જોઈએ ઉંમર ત્યારે જ લખી શકશો વસિયત, હસ્તાક્ષર સહીત આ વાતોની રાખવું જોઈએ ખાસ ધ્યાન

Damini Patel

ઓગસ્ટમાં તહેવારોની વણજાર: શ્રાવણમાં આ તારીખે આવી રહ્યો છે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!