GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

15 ડિસેમ્બરથી બદલાઇ જશે કેશ ટ્રાન્જેક્શનના નિયમો, જાણી લો નહી તો ભરાશો

જો તમારુ બચત ખાતુ દેશની બીજી મોટી પ્રાઇવેટ બેન્ક ICICIમાં હોય તો આ ખબર તમારા માટે મહત્વની છે. ICICI બેન્ક 15 ડિસેમ્બરથી કેશ ટ્રાન્જેક્શનના ચાર્જીસમાં મોટો ફેરફાર કરવા જઇ રહી છે. 15 ડિસેમ્બરથી એક નિશ્વિત લિમિટ કરતાં વધુ ટ્રાન્જેક્શન કરવા પર તમારી ચાર્જીસ આપવા પડશે

ICICIની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, કેશ ટ્રાન્જેક્શનમાં જમા અને ઉપાડ બંને સામેલ છે. નિયમિત બચત ખાતાધારકોને બેન્ક પોતાના બ્રાન્ચમાં એક નિશ્વિત સંખ્યા સુધી ફ્રી કેશ ટ્રાન્જેક્શનની સુવિધા આપે છે. બેન્કે વિભિન્ન બેન્ક ખાતાઓ પર અલગ-અલગ ફ્રી કેશ ટ્રાન્જેક્શનની મર્યાદા નક્કી કી છે. આ લિમિટ પાર કરવા પર બેન્ક ખાતાધારકો પાસેથી ચાર્જ વસૂલે છે.

આપવો પડશે આટલો ચાર્જ

નંબર લિમિટ

ગ્રાહક દર મહિને રેગ્યુલર બચત ખાતામાંથી 4 વાર ફ્રીમાં પૈસા જમા કરાવી કે ઉપાડી શકે છે. તે બાદ 150 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શન ચાર્જ લેશે.

વેલ્યૂ લિમિટ

ગ્રાહક હોમ બ્રાન્ચમાંથી જમા તથા ઉપાડ સહિત એક મહિનામાં 2 લાખ રૂપિયા કોઇપણ ચાર્જ વિના ઉપાડી શકશે. 2 લાખ રૂપિયાથી વધુની રકમ પર પ્રતિ 1000 રૂપિયાએ 5 રૂપિયાના હિસાબે ચાર્જ વસૂલવામાં આવશે. જે મિનિમમ 150 રૂપિયા હશે.

થર્ડ પાર્ટી કેશ ટ્રાન્જેક્શન

થર્ડ પાર્ટી કેશ ટ્રાન્જેક્શનના મામલે પ્રતિ દિવસ 25 હજાર રૂપિયા સુધીના ટ્રાન્જેક્શન પર 150 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શન ચાર્જ લાગશે. 25 હજારથી વધુના ટ્રાન્જેક્શનની પરવાનગી નથી.

ATM ટ્રાન્જેક્શન માટે નવા ચાર્જ

ICICI બેન્કે કેશ ટ્રાન્જેક્શન સાથે એટીએમ ટ્રાન્જેક્શનના ચાર્જીસમાં પણ ફેરફાર કર્યા છે. વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, બેન્કના ખાતાધારકોને એક મહિનામાં પ્રથમ 5 ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શન ફ્રી મળશે. તે બાદના પ્રત્યેક ટ્રાન્જેક્શન માટે 20 રૂપિયા ચાર્જ થશે. ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શનમાં કેશ વિડ્રોલનો સમાવેશ થાય છે. જ્યારે તમામ નૉન ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શન ફ્રી રહેશે. તેમાં બેલેન્સ ઇન્ક્વાયરી, મિનિ સ્ટેટમેન્ટ અને પિન ચેન્જ સામેલ છે.

Read Also

Related posts

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!