GSTV
Gujarat Government Advertisement

ICICI બેંકે આપ્યો ગ્રાહકોને મોટો ઝટકો, ઘટાડ્યા એફડીના વ્યાજદર: જાણો નવા રેટ્સ

Last Updated on October 22, 2020 by pratik shah

દશેરા અને દિવાળી પહેલા ICICI બેન્કએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે ફિક્સ્ડ ડિપોઝીટ (એફડી)ના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. રાહતની વાત એ છે કે બેન્ક તરફથી આ ઘટાડો તમામ પ્રકારની સમયમર્યાદાની એફડી પર નથી કરવામાં આવ્યો માત્ર કેટલાંક સમયગાળાના એફડી પર જ કરવામાં આવ્યો છે.

ICICI Bank

જણાવી દઈએ કે ICICI બેકમાં 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની એફડી રાખવાની યોજનાઓ છે. હાઈ 7 દિવસથી 29 દિવસની મેચ્યોર થનાર એફડી પર 2.5%, 30 થી 90 દિવસની એફડી પર 3% અને 91 થી 184 દિવસમાં મેચ્યોર થનાર એફડી પર 3.5% વ્યાજ મળશે. આ ઉપરાંત 185 દિવસથી એક વર્ષ થી ઓછા સમયની એફડી પર 4.40% વ્યાજ મળશે.

કઈ એફડી પર કેટલું વ્યાજદર:

ICICI  બેન્ક તરફથી 1થી 2 વર્ષ સુધીની સમયમર્યાદામાં મેચ્યોર થતી એફડી પર વ્યાજદર ઘટાડવામાં આવ્યા છે. આ સમયગાળા માટેના વ્યાજદરોમાં 0.10%નો ઘટાડો કરવામાં આવ્યો છે.

1 વર્ષથી 18 મહિનાથી ઓછા સમયમાં મેચ્યોર થતી એફડી પર હવે 4.9% વ્યાજ મળવા પાત્ર રહેશે. તો, 18 મહિનાથી 2 વર્ષ સુધીના સમયગાળાની એફડી પર 5% વ્યાજ મળશે.

2 વર્ષથી 3 વર્ષમાં મેચ્યોર થતી એફડી પર 5.15%, 3 વર્ષથી 5 વર્ષની એફડી પર 5.35% અને 5 થી 10 વર્ષ સુધીના સમયગાળાની એફડી પર 5.50% વ્યાજ મળશે.

વરિષ્ઠ નાગરિકો માટે એફડી પર વ્યાજદર:

તો ICICI  બેન્ક તરફથી વરિષ્ઠ નાગરિકોને અન્ય લોકોની સરખામણીમાં 50 બેસીસ પોઈન્ટ્સ વધુ વ્યાજ મળતું રહેશે. નવા સુધારા બાદ વરિષ્ઠ નાગરિકોને 7થી 10 વર્ષની એફડી પર આ રીતે વ્યાજ મળતું રહેશે.

 • 7 થી 14 દિવસમાં 3 ટકા
 • 15 થી 29 દિવસમાં 3 ટકા
 • 30 થી 45 દિવસમાં 3.5%
 • 46 થી 60 દિવસોમાં 3.5 ટકા
 • 61 થી 90 દિવસોમાં 3.5%
 • 91 થી 120 દિવસ પર 4 ટકા
 • 121 થી 184 દિવસમાં 4%
 • 185 થી 210 દિવસમાં 4.90%
 • 211 થી 270 દિવસમાં 4.90%
 • 271 થી 289 દિવસમાં 4.90%
 • 290 દિવસથી 1 વર્ષ માટે 4.9%
 • 1 વર્ષથી 389 દિવસ પર 5.4%
 • 390 દિવસથી 18 મહિના સુધી 5.4%
 • 18 મહિનાથી 2 વર્ષ સુધીનો 5.5 ટકા
 • 2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ સુધી 5.65%
 • 3 વર્ષથી 1 વર્ષથી 5 વર્ષ સુધીમાં 5.85%
 • 5 વર્ષ 1 દિવસથી 10 વર્ષમાં 6.30% વ્યાજ

21 ઓક્ટોબરથી લાગુ થયેલ નવા વ્યાજદર

ICICI બેન્ક દ્વાર જાહેર કરવામાં આવેલ એફડીના નવા વ્યાજદર 21 ઓક્ટોબરથી લાગુ થયા છે. તો, ICICI બેન્ક હવે સામાન્ય લોકોને 2 કરોડથી ઓછી જમા રકમ પર આ મુજબ વ્યાજ આપશે.

 • 7 થી 14 દિવસ પર 2.50%
 • 15 થી 29 દિવસ પર 2.50 %
 • 30થી 45 દિવસ પર 3%
 • 46 થી 60 દિવસ પર 3%
 • 61થી 90 દિવસ પર 3%
 • 91થી 120 દિવસ પર 3.5%
 • 121 થી 184 દિવસ પર 3.5%
 • 185થી 210 દિવસ પર 4.40%
 • 211થી 270 દિવસ પર 4.40%
 • 271 થી 289 દિવસ પર 4.40%
 • 290 થી 1 વર્ષથી ઓછા સમય પર 4.40%
 • 1 વર્ષથી 289 દિવસ પર 4.9%
 • 360 દિવસ થી 18 મહિના સુધી પર 4.9%
 • 18 મહિનાથી 2 વર્ષ પર 5%
 • 2 વર્ષ 1 દિવસ થી 3 વર્ષ સુધી પર 5.15%
 • 3 વર્ષ 1 દિવસ થી 5 વર્ષ પર 5.35%
 • 5 વર્ષ 1 દિવસ થી 10 વર્ષ સુધી 5.50 % વ્યાજ મળશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!