GSTV
Home » News » આઇસીઆઇસીઆઇ બેન્કે ખેડૂતોને ગયા વર્ષનો પાક વીમો ન ચૂકવ્યો હોવાથી ખેડૂતોમાં હતાશા

આઇસીઆઇસીઆઇ બેન્કે ખેડૂતોને ગયા વર્ષનો પાક વીમો ન ચૂકવ્યો હોવાથી ખેડૂતોમાં હતાશા

જેતપુર તાલુકાના મંડલીકપુર ગામે ખેડૂતોને ગયા વર્ષનો પાક વીમો આઇસીઆઈસીઆઈ બેન્ક દ્વારા  ન ચૂકવતા ખેડૂતોમાં હતાશાની લાગણી ફેલાઇ છે. 350 જેટલા ખેડૂતોએ બેન્કમાં પ્રીમિયમ ભરી દેવા છતા વીમો ચુકવવામાં આવ્યો નથી.

વીમાને લઇને ખેડૂતો દ્વારા સ્થાનિક ધારાસભ્ય, મામલતદાર, તાલુકા પંચાયત પ્રમુખ સહિત બેંકના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી ચુક્યા છે. જેના જવાબમાં માત્ર લોલીપોપ જ આપવામાં આવે છે. વીમો આવી જશે, મળી જશે, કામગીરી ચાલુ છે. તેવા આધાર વગરના જવાબો આપવામાં આવી રહ્યાં છે.

જોકે ખેડૂતો દ્વારા આખરે બેંકને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો સત્વરે આ અંગે  નિર્ણય લેવામાં નહીં આવે તો. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. ત્યારબાદ પણ જો નિકાલ નહી આવે તો ખેડૂતો દ્રારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Related posts

આ કારણે હાર્દિક પટેલને હવે 24 તારીખ સુધી જેલમાં રહેવું પડશે

Mayur

મંગળ પર માનવ વસાહત: વર્ષ 2050 સુંધી 10 લાખ લોકોને મોકલવાનું એલોન મસ્કનું લક્ષ્ય

Bansari

નલિયા 3.8 ડિગ્રીમાં ઠૂંઠવાયું : સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ બે દિવસ કોલ્ડવેવ રહેશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!