દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક આઇસીઆઇસીઆઇ (ICICI Bank) હવે તેના ગ્રાહકોને મોટી સુવિધા આપતા હવે Google Pay સાથે ભાગીદારી કર્યાની મોટી જાહેરાત કરી છે. જેના આધારે હવે ગ્રાહક ગૂગલ પેના માધ્યમંથી પોતાનું ફાસ્ટેગ (FASTAG) મેળવી શકે છે. બેંકના ગ્રાહક, Google Pay Appમાં દાખલ કરેલા UPIના માધ્યમથી FASTAG ખરીદી શકે છે. જેનાથી ઉપયોગકર્તાઓને પેમેન્ટ App પર જ UPI ના આધારે ડિજિટલ રૂપથી ICICI બેંક ફાસ્ટેગને ઓર્ડર કરવાની, ટ્રેક કરવાની તેમજ રિચાર્જ કરવાની સુવિધા મળશે.

FASTAG રજૂ કરવા માટે Google Pay સાથે ભાગીદારી કરનારી ICICI પ્રથમ બેંક
બેંકની આ પહેલ ગ્રાહકની સુરક્ષાને સુનિશ્ચિત કરશે. FASTAG ખરીદવા માટે તેઓએ ટોલ પ્લાઝા અથવા તો કોઇ અન્યની પાસે જવાની જરૂરિયાત નથી. આ જાહેરાત સાથે જ ICICI બેંક, FASTAG રજૂ કરવા માટે Google Pay સાથે ભાગીદારી કરનારી પ્રથમ બેંક બની ગઇ છે. આ પહેલ FASTAG માટે ડિજિટલ પેમેન્ટની સુવિધાને વધારે મજબૂત કરશે.

આ રીતે આપ Google Payથી મેળવી શકશો FASTag
એ માટે, તમારે પહેલા તમારા મોબાઇલમાં Google Pay ઓપન કરવું પડશે.
ત્યાર પછી તમારે ICICI બેંક FASTag પર ક્લિક કરવાનું રહેશે.
અહીં તમને Buy New FASTag લખેલું દેખાશે.
જેને ખોલ્યા બાદ તમારે પાન નંબર, RC કોપી અને વાહન નંબર તેમજ સરનામાંની વિગતો એન્ટર કરવી પડશે.
તમારે તમારા મોબાઇલ નંબરને OTP દ્વારા કન્ફર્મ કરવાનો રહેશે.
હવે પેમેન્ટ થઇ ગયા બાદ આપના ઘરે FASTAG આવી જશે.
ICICI બેંક સિવાય અન્ય ગ્રાહકો પણ આ રીતે લાભ લઇ શકશે
જે ઉપયોગકર્તા ICICI બેંકના ગ્રાહક નથી તેઓ પોકેટ એપ્લિકેશનનો ઉપયોગ કરીને અથવા તો પછી www.icicibank.fastag પર જઇને FASTAG ખરીદી શકે છે. આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘Google પરના વપરાશકર્તાઓને UPI દ્વારા એક નવા જ FASTAG માટે અરજી કરવામાં મદદ મળશે.
READ ALSO :
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી