GSTV
Business Trending

ICICI બેંકનું ગ્રાહકો માટે એલર્ટ! મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરતી સમયે રાખો આ વાતોનું ધ્યાન, નહિ તો થઇ જશે ખાતું ખાલી

ICICI

દેશની બીજી સૌથી મોટી પ્રાઇવેટ બેન્ક ICICI Bankએ બેન્કિંગ ફ્રોડને લઇ ગ્રાહકોને એલર્ટ કર્યા છે. બેંકે મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરતી સમયે કસ્ટમર્સને સાવધાન રહેવા કહ્યું છે. એ અંગે બેંકે ટ્વીટ પણ કર્યું છે. જેમાં બેન્કિંગ ફ્રોડથી બચવા માટે ટિપ્સ જણાવવામાં આવી છે. કેમાં કસ્ટમર્સને નુકસાન ન થાય. નહિ તો એકાઉન્ટ ભંગ થવાનો ખતરો રહે છે.

ગયા કેટલાક સમયથી બેન્કિંગ ફ્રોડની વધતી સંખ્યાને જોતા ICICI બેન્કના ગ્રાહકોને બેન્કિંગ છેતરપિંડી વિરુદ્ધ એલર્ટ રહેવા કહ્યું છે. બેંકે ટ્વીટમાં લખ્યું, સતર્ક રહો અને સુરક્ષિત બેન્કિંગનો અભ્યાસ કરો. જો તમારા મોબાઈલ નેટવર્ક, એલર્ટ અથવા કોલમાં લાંબા સમય સુધી સિગ્નલ ન રહે તો હંમેશા પોતાના મોબાઇલ નેટવર્ક ઓપરેટરના સંપર્કમાં રહો.

અહીં જુઓ બેન્કનું ટ્વીટ

આ દરમિયાન બેન્કના ગ્રાહકોનો સિમ સ્વેપ દ્વારા થનાર ફ્રોડને લઇ ચેતવણી આપી છે. ICICIએ એના માટે કેટલીક ટિપ્સ શેર કરી છે જેમાં ગ્રાહકોને જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે સિમ સ્વેપ દ્વારા સેંઘમાર તમારા રજીસ્ટર્ડ નંબરથી એક નવો સિમ જારી કરાવી એના પર આવનારા તમામ નાણાકીય લેવડદેવડની જાણકારી અને OTP મેળવી લે છે, જેનાથી તમારું એકાઉન્ટ ખાલી થઇ જશે.

શું છે સિમ સ્વેપ

પ્રેમી

મોબાઈલ બેન્કિંગ દ્વારા નાનકીય લેવડ-દેવળ સરળ બનાવી શકાય છે. એના માટે આવશ્યક ખાતા સંબંધી એલર્ટ, વન ટાઈમ પાસવર્ડ(OTP), વિશિષ્ઠ પંજીકરણ સંખ્યા(URN), 3D સુરક્ષિત કોડ વગેરેની જરૂરત હોય છે. એવામાં લોકોના એકાઉન્ટમાં સેંઘ લગાવવા માટે સેંઘમાર સિમ સ્વેપનો સહારો લે છે. એમાં મોબાઈલ સેવા પ્રદાતાના માધ્યમથી તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર માટે એક સિમ કાર્ડ જારી કરવાનું પ્રબંધન કરે છે. નવા સિમ કાર્ડની મદદથી ઠગને તમારા બેન્ક ખાતાના માધ્ય્મથી નાણાકીય લેવડદેવડ કરવા માટે જરૂરી URN/OTP અને એલર્ટ મેળવી લે છે, જેનો તેઓ ખોટો ઉપયોગ કરે છે.

Read Also

Related posts

નવો નિયમ/ કર્મચારીઓની બલ્લે-બલ્લે! હવે 1 વર્ષની નોકરી પર પણ મળશે ગ્રેચ્યુઇટી, સરકારે આપી જાણકારી

Bansari Gohel

સ્વાસ્થ્ય/ નાળિયેર પાણી પીયને મલાઈ ફેંકવાની ભૂલ ન કરતા, ફાયદા જાણી ચોકી જશો

Damini Patel

ડોલો-650નું વેચાણ વધારવા માટે ડોકટરોને આપવામાં આવી 1000 કરોડ રૂપિયાની ભેટ, NGOના ગંભીર આરોપ

Damini Patel
GSTV