GSTV
Home » News » જો આ વસ્તુ બનશે તો તમને સ્માર્ટફોન મળશે માત્ર 1200 રૂપિયામાં

જો આ વસ્તુ બનશે તો તમને સ્માર્ટફોન મળશે માત્ર 1200 રૂપિયામાં

મોબાઇલ ફોન ઉત્પાદકોની સંસ્થા ઈન્ડિયા સેલ્યુલર અને ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (આઈસીઇએ)એ પ્રારંભિક સ્તરના મોબાઇલ હેન્ડસેટ્સ માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) દરને હાલના 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાની માંગ કરી છે. મોબાઇલ ઉદ્યોગ આ દરને ઘટાડવા માંગે છે જેથી પ્રારંભિક સ્તરના મોબાઈલ્સ રૂ. 1,200 સુધીના ભાવે મળી શકે.

જીએસટી કાઉન્સિલ ડિસેમ્બરના બીજા પખવાડિયા દરમિયાન મળેલી બેઠકમાં હાલના ટેક્સ સ્ટ્રક્ચરની સમીક્ષા કરશે.ICEAએ જણાવ્યું હતું કે, પ્રારંભિક સ્તરના મોબાઇલ હેન્ડસેટ્સ માટેના દર ઘટાડાથી 50 ટકા ભારતીય ગ્રાહકોને લાભ થશે. ઉદ્યોગ સંસ્થાએ જણાવ્યું હતું કે, પ્રારંભિક સ્તરના મોબાઈલ હેન્ડસેટ્સ, જેને ‘પુશ બટન ક્ષમતાવાળા ફીચર ફોન્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારતમાં હજી પણ કુલ સ્થાનિક બજારની માંગના આશરે 50 ટકા (2019 માં 12-15 મિલિયન યુનિટ) છે.

આ મોબાઈલ્સ મુખ્યત્વે લાવા, શાઓમી, ઓપ્પો અને વીવો જેવી કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. આઇસીઇએ અનુસાર, હેન્ડસેટ્સની આ કેટેગરીનો મૂલ્ય હિસ્સો આશરે 12,000-15,000 કરોડ રૂપિયા છે, જે કુલ ઘરેલુ મૂલ્ય બજારના 6.5 થી 8 ટકા જેટલો છે. ઉદ્યોગ સંસ્થાએ ગત સપ્તાહે કેન્દ્રીય પરોક્ષ કર અને કસ્ટમ, નાણાં મંત્રાલયને એક પત્ર મોકલ્યો છે, જેથી દર ઘટાડવામાં આવશે.

Read Also

Related posts

‘Street Dancer 3D’ Movie Review: ડાન્સ લવર્સ માટે ટ્રીટ પરંતુ…ટિકિટ બુક કરતાં પહેલાં વાંચી લો રિવ્યુ

Bansari

મધુભાઈ શ્રીવાસ્તવ નારાજ થતાં જાણો મંત્રી કૌશિકભાઈએ શું કર્યો ખુલાસો

Mayur

સાળી સાથે સંબંધ બાંધવા બનેવીને ભારે પડી ગયા, કઢંગી હાલતમાં હતો અને…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!