GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ : ભારત ૧૨૦ પોઇન્ટ સાથે ટોચના સ્થાને

એશિઝ શ્રેણી-૨૦૧૯ સાથે જ  સૌપ્રથમ વખત આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો પણ પ્રારંભ થયો હતો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફોર્મેટની વિચિત્રતા એવી છે કે હાલમાં બે-બે ટેસ્ટમાં વિજય મેળવ્યો હોવા છતાં ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડના ૫૬-૫૬ પોઇન્ટ છે જ્યારે શ્રીલંકા-ન્યૂઝીલેન્ડે ૧-૧ ટેસ્ટમાં વિજય મેળવ્યો છે છતાં તેઓના ૬૦-૬૦ પોઇન્ટ છે. ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટશ્રેણી સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાના અભિયાનનો આરંભ કર્યો હતો.

આ બંને ટેસ્ટમાં વિજય સાથે ૧૨૦ પોઇન્ટ મેળવીને ભારતે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ભારતીય ટીમ હવે બીજી ઓક્ટોબરથી દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટશ્રેણીમાં રમશે. અફઘાનિસ્તાનને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો બનાવવામાં આવ્યું નથી. જેના કારણે બાંગલાદેશ સામે ઐતિહાસિક વિજય મેળવ્યો હોવા છતાં તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં એકપણ પોઇન્ટ અપાયા નથી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ પ્રકારની ફોર્મેટથી નિષ્ણાતોમાં ભારે નારાજગી છે. તેમનું માનવું છે કે કોઇ ટીમ વિદેશમાં  કે પાંચ દિવસ કરતા ઓછા સમયમાં વિજય મેળવે તો તેના આધારે બોનસ પોઇન્ટ આપવા જોઇએ. જેના સ્થાને આ ફોર્મેટમાં શ્રેણીના આધારે પોઇન્ટની ફાળવણી કરવામાં આવી છે.

કુલ ૧૨૦ પોઇન્ટને ટેસ્ટશ્રેણીના આધારે વહેંચવામાં આવ્યા છે. જેમાં બે ટેસ્ટની શ્રેણીમાં ૬૦, ૩ ટેસ્ટની શ્રેણીમાં ૪૦, ૪ ટેસ્ટની શ્રેણીમાં ૩૦, પાંચ ટેસ્ટની શ્રેણીમાં ૨૪ પોઇન્ટનો સમાવેશ થાય છે. ભારતે વિન્ડીઝ સામેની બે ટેસ્ટની શ્રેણીમાં વિજય મેળવતા ૬૦ અને ૬૦ એમ કુલ ૧૨૦ પોઇન્ટ મેળવ્યા છે. બીજી તરફ પાંચ ટેસ્ટની શ્રેણીની એશિઝમાં ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડે ૨-૨ ટેસ્ટમાં વિજય મેળવ્યો હતો જ્યારે ૧ ટેસ્ટ ડ્રો રહી હતી.

આમ, બંને ટીમને ૫૬-૫૬ પોઇન્ટ મળ્યા હતા. બંને ટેસ્ટમાં પરાજય થતાં વિન્ડીઝના શૂન્ય પોઇન્ટ છે. વેસ્ટ ઇન્ડીઝ હવે પોતાની આગામી ટેસ્ટ જુલાઇ ૨૦૨૦માં દક્ષિણ આફ્રિકા સામે રમશે. આમ, તે ત્યાં સુધી તેના શૂન્ય પોઇન્ટ જ રહેશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતને બાંગલાદેશ સામે ૨, ઇંગ્લેન્ડ સામે ૫, દ.આફ્રિકા સામે ૩, ઓસ્ટ્રેલિયા સામે ૪,ન્યૂઝીલેન્ડ સામે ૨ ટેસ્ટમાં રમવાનું છે.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!