GSTV
Home » News » World Cup 2019: આ સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાને હરાવવી છે મુશ્કેલ, આટલા વર્ષોનો છે રેકોર્ડ

World Cup 2019: આ સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાને હરાવવી છે મુશ્કેલ, આટલા વર્ષોનો છે રેકોર્ડ

India world cup

વર્લ્ડ કપના પ્રબળ દાવેદારોમાં સામેલ ભારત બ્રિટનમાં 30મેથી શરૂ થઇ રહેલા ક્રિકેટના મહાકુંભના લીગ ચરણની નવ મેચ 6 મેદાનો પર રમશે જેમાં બર્મિંઘમના એજસ્ટબન પણ સામેલ છે જ્યાં તેનો શાનદાર રેકોર્ડ રહ્યો છે. ભારતે એજબસ્ટનમાં અત્યાર સુધી દસ વન ડે મેચ રમી છે જેમાંથી સાતમાં જીત અને ફક્ત ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેણે 2013માં અહીં સતત પાંચ મેચ જીતી છે. જેમાં પાકિસ્તાન સામે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2013 અને 2017માં 8 વિકેટ તથા 124 રનની બે મોટી જીત પણ સામેલ છે.

પરંતુ એજબસ્ટનમાં ભારતનો મુકાબલો પોતાના કટ્ટર હરિફ સામે નહી પરંતુ યજમાન ઇંગ્લેન્ડ (30 જૂન) અને બાંગ્લાદેશ (2 જુલાઇ)થી થશે. ઇંગ્લેન્ડ સામે ભારતે અહીં ચાર મેચ રમી છે જેમાંથી ત્રણમાં જીત મળી છે. બાંગ્લાદેશને પણ ભારતે 2017માં આ મેદાન પર નવ વિકેટે હરાવ્યું હતું.

ભારત પોતાના કટ્ટર હરિફ પાકિસ્તાન સામે 16 જૂને ઓલ્ડ ટ્રેફર્ડ, માન્ચેસ્ટરમાં ટકરાશે જ્યાં તેણે 2007 બાદ કોઇ વન ડે નથી રમી. આ મેદાન પર ભારતે આઠ મેચમાંથી ત્રણમાં જીત અને પાંચમાં હાર મેળવી છે. ભારતે જો કે વર્લ્ડ કપ 1999માં પાકિસ્તાનને આ મેદાન પર 47 રને હરાવ્યું હતું.

vijay shankar india

માનચેસ્ટરમાં ભારત 27 જૂને વેસ્ટઇન્ડીઝ સામે ટકરાશે. ભારતે 1983ના વર્લ્ડ કપના લીગ ચરણમાં આ જ મેદાન પર કેરેબિયન ટીમને 34 રને હરાવીને સનસની મચાવી દીધી હતી. પરંતુ તે બાદ બંને ટીમો ક્યારેય આ મેદાન પર આમને સામને નથી આવી.

કોહલીની ટીમ પોતાના અભિયાનની શરૂઆત પાંચ જૂને સાઉથ આફ્રીકા સામે રોઝ બાઉલ, સાઉથમ્પટનમાં કરશે જેમાં ભારતનો રેકોર્ડ ત્રણ મેચમાં એક જીત અને બે હારનો છે.

ravi shastri coach

ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો ભારત 9 જૂને ઓવલમાં કરશે. ભારતે આ મેદાન પર સૌથી વધુ 15 વન ડે રમી છે. જેમાંથી તેણે ફક્ત પાંચમાં જ વિજય મેળવ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં 1999 વર્લ્ડ કપમાં મેચ રમાઇ હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 77 રને જીતી હતી.

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે 13 જૂને ટ્રેંટબ્રિજ, નાટિંઘમમાં અને શ્રીલંકા સામે 6 જુલાઇએ હેડિંગ્લે, લીડ્સમાં ટકરાશે. નાટિંઘમમાં ભારતીય ટીમે સાત મેચમાંથી ત્રણમાં જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

લીડ્સમાં ભારતીય ટીમ દસમી મેચ રમવા માટે ઉતરશે. ભારત અત્યાર સુધી આ મેદાન પર નવ મેચમાંથી ત્રણમાં જીત નોંધાવી હતી. ભારતે આ મેદાન પર અંતિમ જીત 2007માં નોંધાવી હતી. ભારત અને શ્રીલંકા લીડ઼્સમાં પહેલીવાર આમને-સામને હશે.

Read Also

Related posts

સાઉદી અરબની આગ બીજા દેશોને પણ દઝાડશે, પેટ્રોલિયમના ભાવોમાં વધારો થવાની શક્યતા

Kaushik Bavishi

VIDEO : જૂનાગઢના ગિરનાર પર્વત આ નજારો જોઈ તમે વિદેશ જવાનું ભુલી જશો

Nilesh Jethva

WHOનો ચોંકાવનારો રીપોર્ટ આવ્યો સામે, ડોક્ટરોની ભૂલનાં કારણે આટલા લોકો…..

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!