GSTV
Home » News » World Cup પહેલાં ઋષભ પંતે કર્યો એવો ખતરનાક સ્ટંટ, Video જોઇને ચૂકી જશો ધબકારો

World Cup પહેલાં ઋષભ પંતે કર્યો એવો ખતરનાક સ્ટંટ, Video જોઇને ચૂકી જશો ધબકારો

શિખર ધવનના ઇજા થયા બાદ ટીમ ઇન્ડિયાથી લઇને ફેન્સ સુધી સૌકોઇ ટીમમાં તેના રિપ્લેસમેન્ટને લઇને પરેશાન છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ટીમ ઇન્ડિયામાં ઋષભ પંત તેનું સ્થાન લઇ શકે છે. પરંતુ આ વચ્ચે ઋષભ પંત રિલેક્સ નજરે આવી રહ્યો છે.

પંતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટંટ કરતો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેને જોઇને ફેન્સ પણ દંગ રહી ગયાં છે.


ઋષભ પંતે પોતાના આ વીડિયોમાં શાનદાર રીતે ફ્રન્ટ ફ્લિપ કરી છે. આ વીડિયોને આશરે 2.5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. જણાવી દઇએ કે ઋષભ પંત સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના વીડિયો શેર કરતો રહે છે.

આ સાથે જ પંતે અન્ય એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે ડ્રોનથી ફેંકવામાં આવેલા બોલને દોડીને કેચ કરતો નજરે આવી રહ્યો છે.

વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઇજાગ્રસ્ત ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનના વિકલ્પ તરીકે ઇંગ્લેન્ડ રવાના થઇ ગયો છે. ધવન ઇંગ્લેન્ડમાં જ રહેશે અને બીસીસીઆઇની મેડિકલ ટીમના નિરિક્ષણ હેઠળ રહેશે. બીસીઆઇએ પંતને ઇંગ્લેન્ડ જવા માટે લીલી ઝંડી આપી દીધી છે. પંત ઇંગ્લેન્ડ માટે રમાવા થઇ ગયો છે. તે ટીમ ઇન્ડિયા સાથે જોડાઇને પ્રેક્ટિસ શરૂ કરી દેશે.

વર્લ્ડ કપ માટે જ્યારે ટીમનું સિલેક્શન કરવામાં આવ્યું હતું ત્યારે સિલેક્ટર્સે પંતની ઉપેક્ષા કરી હતી અને દિનેશ કાર્તિકને સિલેક્ટ કર્યો હતો. જો કે 21 વર્ષીય આ ખેલાડી શરાતના પ્લેઇંગ ઇલેવનમાં સિલેક્શન માટે ઉપલબ્ધ નહી હોય કારણ કે ધવન પર અંતિમ નિર્ણય આવ્યાં બાદ પંતને તક મળવાની સંભાવના રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ ધવનની ઇજાનો સંપૂર્ણ રિપોર્ટ ICC ટેક્નિકલ ટીમને સોંપશે. તે બાદ રિપ્લેસમેન્ટ માટે વિનંતી કરવામાં આવશે.

ધવનના અંગૂઠાના ફ્રેક્ચરના કારણે તે ત્રણ અઠવાડિયા માટે મેદાનથી દૂર રહી શકે છે. તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સામે રમાનારી મેચનો હિસ્સો નહી બની શકે.

Read Also

Related posts

ચંદ્રયાન 2: વિક્રમ લેન્ડર સાથે ISROનો નથી થઇ રહ્યો સંપર્ક, 200 ફૂટની ઉંચાઇએથી કોઇ બીજું પણ કરી રહ્યું છે સતત પ્રયાસ

Bansari

ટ્રાન્સપોર્ટરોની હડતાળથી દિલ્હીમાં ચક્કાજામ-સ્કૂલો બંધ

Mayur

સારી સેલરીની જૉબ જોઇએ છે? તો અહીં પડી છે બમ્પર વેકેન્સી, 8 હજાર પદો પર થશે ભરતી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!