GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

World Cup 2019: સેમિફાઇનલમાં હારીને પણ ટીમ ઇન્ડિયા બની માલામાલ, મળશે આટલા કરોડ

વર્લ્ડ કપ 2019ની સેમીફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર બાદ ચારેકોર તેની જ ચર્ચા થઇ રહી છે. ફેન્સથી લઇને એક્પર્ટ્સ તે જ વિશ્લેષણ કરી રહ્યાં છે કે આખરે ટીમ ઇન્ડિયા હારી કેવી રીતે. જો કે હાર્યા બાદ પણ ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાંથી કરોડ પતિ બનીને પરત ફરી રહી છે.

હકીકતમાં લંડનમાં લોર્ડઝના ઐતિહાસિત મેદાન પર રમાનાર ફાઇનલમાં વિજેતા ટીમને ટ્રોફી સાથે 4 મિલિયન ડોલર એટલે કે આશરે 28 કરોડ રૂપિયા આપવામાં આવશે. પરંતુ સેમીફાઇનલ હારનારી બે ટીમોને 5.5-5.5 કરોડ રૂપિયા આપવામાં આવશે. જણાવી દઇએ કે ક્રિકેટ વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી ઇનામી રાશિ દાવ પર છે.

મહત્વનું છે કે ચેમ્પિયન્સ લીગ દુનિયાની સૌથી મોટી ફુટબોલ લીગ છે. તેની વિજેતા ટીમને ઇનામ તરીકે 150 કરોડ રૂપિયા આપવામાં આવે છે. અમેરિકામાં આયોજિત બાસ્કેટબોલ ટૂર્નામેન્ટ એનબીએના ચેમ્પિયનને 139 કરોડ રૂપિયા આપવામાં આવે છે. આ બંનેની તુલનામાં વન ડે વર્લ્ડ કપ ચેમ્પિયનને ઘણી ઓછી રકમ આપવામાં આવે છે.

વર્લ્ડ કપ 2019ની વિનિંગ ટીમને 28 કરોડ રૂપિયા, એક ટ્રોફી અને ખેલાડીઓને વિનર બેજ આપવામાં આવશે.

વર્લ્ડ કપ 2019ની રનર અપ ટીમને 14 કરોડ રૂપિયા અને ખેલાડીઓને રનર અપ બેજ આપવામાં આવશે.

વર્લ્ડ કપ 2019ની સેમીફાઇનલમાં હારનાર ટીમને 5.5 કરોડ રૂપિયા આપવામાં આવશે.

Rishabh Pant

વર્લ્ડ કપ દરમિયાન લીગ મેચ જીતનારી ટીમને 28 લાખ રૂપિયા મળ્યાં.

વિજેતા ટીમને નહી મળે ઓરિજનલ ટ્રોફી

વર્લ્ડ કપની ટ્રોફી 11 કિલોગ્રામની હોય છે. તે સોના અને ચાંદીમાંથી બનાવવામાં આવે છે. તેની ઉંચાઇ 60 સેન્ટીમીટરની હોય છે.

આ ટ્રોફી પહેલીવાર 1999માં બનાવવામાં આવી હતી. અસલી ટ્રોફી આઇસીસી પોતાની પાસે રાખે છે જ્યારે તેની રેપ્લિકા વિજેતા ટીમને આપવામાં આવે છે.

Read Also

Related posts

5 કેમેરાવાળો POCO M2 Pro ભારતમાં થયો લોન્ચ, શાનદાર ફિચર્સ સાથે 3 વેરિએન્ટમાં મળશે સ્માર્ટફોન

Mansi Patel

રાજકોટ : ડોંડી ડેમ ઓવરફ્લો થતાં નવ દરવાજા ખોલવામાં આવ્યા, ન્યારી ડેમ-2 સતત બીજા દિવસે ઓવરફ્લો

Nilesh Jethva

કોરોનાથી જંગ જીતી ઘરે પરત આવતા વ્યક્તિનુ સ્વાગત કરવુ પડ્યુ ભારે, આ રીતે વધી મુશ્કેલી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!