GSTV
Home » News » શોએબ અખ્તરે કહ્યું બ્રેનલેસ કેપ્ટન, પાકીસ્તાની કેપ્ટને આપ્યો જડબાતોડ જવાબ

શોએબ અખ્તરે કહ્યું બ્રેનલેસ કેપ્ટન, પાકીસ્તાની કેપ્ટને આપ્યો જડબાતોડ જવાબ

વર્લ્ડ કપના હાઇ વોલ્ટેજ મેચમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનની ક્રિકેટ ટીમને હાર આપી હતી. આ હાર પછી રાવલપિંડી એક્સપ્રેસના નામથી જાણીતા પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે ટીમના ક્લાસ લીધા હતા અને કેપ્ટન સરફરાજ અહમદને મગજ વગરના કેપ્ટન જણાવ્યાં હતા. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મેચ પહેલા કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાજે શોએબ અખ્તરને જોરદાર જવાબ આપ્યો.

સરફરાજે કહ્યું કે કેટલાક લોકો ટીવી પર પોતાની જાતને ખુદા સમજી બેઠા છે. ખરેખર, શોએબ અખ્તર દ્વારા પોતાના યુ-ટ્યુબ ચેનલ દ્વારા એક વીડિયો રજૂ કરવામાં આવ્યોં હતો કે તેમણે ઘણીવાર પાકિસ્તાનની કેપ્ટન સરફરાજ અહમદને ફોન પર જણાવ્યું હતું કે ભારતની વિરુદ્ધ શું કરવું, કેવી રીતે રમવાનું છે પરંતુ સરફરાજે એક પણ ન સાંભળી અને બ્રેનલેસ કેપ્ટનશીપ કરી હતી.

અખ્તર ભારત પાસેથી મળેલી હાર પછી પાકિસ્તાનની ટીમને લોકોએ ખૂબ જ સંભળાવ્યું હતુ. અખ્તરએ પાકિસ્તાનની ટીમ મેનેજમેન્ટ પર પણ નારાજગી જતાવી અને કહ્યું કે તેઓએ એકદમ ખોટી ટીમ પસંદ કરી અને તેમની પસંદગી ખોટી હતી.

કેપ્ટન અને મેનેજમેન્ટને અખ્તર લડાવતો હતો…

તેમણે કહ્યું કે અમે કહીએ છીએ કે તમે હજુ એક બેટ્સમેન વધુ રાખી લો પણ કોઈએ એક ન સાંભળી. અખ્તર બોલ્યા ‘જ્યારે પાકિસ્તાની ક્રિકેટ ટીમના મેનેજમેન્ટ અને કેપ્ટનને ટોસ જીતી બોલિંગ જ કરવી હતી તો 5 નહીં 6 બેટ્સમેનને લઈ જવા હતા. મેં ફોન કરી કહ્યું, પણ સરફરાજે મારી એક ન સાંભળી અને પોતાના મનની કરી. આ રીતે તો ક્લબના ક્રિકેટર પણ નથી રમતા. ‘

શું બોલ્યા સરફરાજ?

સરફરાજે અખ્તરને તેમની આલોચનાનો જવાબ આપતા કહ્યું, ‘જો હું તેમને કંઈક કહું, તો તે ફરી બોલવાનું શરૂ કરશે. તેમના મુજબ તો અમે કોઈ ખેલાડી નથી. હું નથી જણાવવા ઈચ્છતો કે અમે શું છીએ. જો આપણે કંઈક બોલીશું તો ફરીથી ચાલુ થશે અને પ્રતિશોધ માટે ધેરી લેવામાં આવશે. કેટલાંક લોકો ટેવીઝન પર બેસી પોતાને ખુદા સમજે છે.’

READ ALSO

Related posts

તક્ષશિલા અગ્નિકાંડ મામલે 11 લોકો સામે ચાર્જશીટ દાખલ, 3 વોન્ટેડ

Nilesh Jethva

ડબલ કરવા માંગો છો તમારા PFના પૈસા તો અપનાવો આ રીત, જરૂર મળશે ફાયદો

Mansi Patel

પાર્સલ બ્લાસ્ટ : ઉત્તર પ્રદેશથી પાર્સલ અમદાવાદ પરત આવી ગયું ત્યાં સુધી પોસ્ટ ઓફિસના અધિકારીઓ અજાણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!