GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

ટીમ ઇન્ડિયાએ ધોયા એના કરતાં પાકિસ્તાની લોકોએ વધારે ધોઇ નાખી પાક ટીમને

મેનચેસ્ટરમાં રવિવારે વરસાદ, વાદળાં અને વરસાદની શક્યતા અને વરસાદ હતો તો બીજી બાજુ ઇન્ડિયન્સનો જોશ. કુલ 100 ઓવરમાંથી 90 ઓવરની ગેમ થઈ અને ભારતીય ટીમ જીતી ગઈ. વર્લ્ડકપમાં પાકિસ્તાનને હરાવવાનો રેકોર્ડ ભારતે જાળવી રાખ્યો. વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને સતત 7મી વાર હરાવ્યું.

ટૉસ જીતી બોલિંગ પસંદ કરનાર પાકિસ્તાની ટીમ માટે બહુ ખરાબ દિવસ રહ્યો. બહુ સારી બેટિંગ કરી ભારતે 337 રનનો વિશાળ લક્ષ્ય આપી દીધો. તો સામે બેટિંગની શરૂઆતમાં જ માત્ર 13 જ રને પાકિસ્તાનની પહેલી વિકેટ પડી ગઈ. ત્યારબાદ 104 રનની સારી ભાગીદારી થઈ, પરંતુ ત્યારબાદ સતત વિકેટ પડવા લાગી. પાકિસ્તાન 166 રન પર હતું ત્યાં ફરી વરસાદ આવ્યો અને એક કલાક માટે મેચ બંધ રહી. ત્યારબાદ ડકવર્થ લુઈસ મેથડ પાકિસ્તાનને 40 ઓવરમાં 302 રનનો લક્ષ્ય મળ્યો, પરંતુ પાકિસ્તાન માત્ર 212 રન જ બનાવી શક્યું. ભારત 89 રનની મોટી સરસાઇથી જીત્યું.

ત્યારથી ટ્વિટર પર મીમ્સનું જાણે પૂર આવી ગયું છે. ભારતીયોએ તો પાકિસ્તાનીઓની મજાક ઉડાવી જ છે, પરંતુ પાકિસ્તાની લોકોએ પણ પોતાના જ દેશના ખેલાડીઓની બરાબર મજાક ઉડાવતાં ટ્વિટ્સ કર્યાં છે.

એક તરફ ભારતીય કેપ્ટન ફિટ રહેવા સતત મહેનત કરે છે ત્યાં પાકિસ્તાની કેપ્ટન મેદાનમાં બગાસાં ખાતો જોવા મળ્યો, પછી તો ઉડાવે જ ને લોકો…

Related posts

પૂજા ભટ્ટે કંગના રનૌતને યાદ કરાવ્યો ઉપકાર, પહેલી ફિલ્મમાં ભટ્ટ કેમ્પે આપ્યો હતો બ્રેક

Mansi Patel

આ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો જ ફાયદો થશે એવી છે ઑફર

Bansari

મહારાષ્ટ્રમાં કોરોના બનાવી રહ્યો છે રોજ રેકોર્ડ પર રેકોર્ડ: નવો રેકોર્ડ 24 કલાક પણ ટકતો નથી એટલા વધી રહ્યાં છે કેસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!