GSTV

WC 2019: આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે મહામુકાબલો, જો આવું થયું તો ટીમ ઇન્ડિયાની ફાઇનલની ટીકિટ પાક્કી

Last Updated on July 9, 2019 by Bansari

ઈંગ્લેન્ડ ખાતે રમાઈ રહેલા ક્રિકેટ વિશ્વકપની આજે પ્રથમ સેમીફાઈનલની મેચ છે.ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ મેચ પર સમગ્ર દેશની નજર છે.ઈંગ્લેન્ડના માન્ચેસ્ટર ખાતે આયોજિત મેચમાં જો વરસાદ પડે અને મચ રદ થાય તો પોઈન્ટ ટેબલના આધારે ભારતને ફાઈનલમાં સીધો પ્રવેશ મળશે.

ભારત અને ન્યૂઝીલેન્ડ 16 વર્ષ બાદ સેમીફાઈનલમાં આમને-સામને છે.  બન્ને ટીમ વર્લ્ડ કપની દાવેદાર છે. પરંતુ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેનની બેટિંગના કારણે વિરોધી દેશ પણ ડરી. રોહિત શર્મા અને કેએલ રાહુલ સહિના બેટ્સમેને ફોર્મમા છે. જ્યારે ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર પર ટીમની બોલિંગનો ભાર રહ્યો છે.

  • ક્રિકેટ વિશ્વકપ ૨૦૧૯માં આજે પ્રથમ સેમીફાઈનલ
  • ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો
  • ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં સેમીફાઈનલનો મુકાબલો
  • વરસાદના કારણે મેચ રદ થાય તો ટીમ ઈિન્ડયાનો ફાઈનલમાં સીધો પ્રવેશ

સટ્ટાબજારમાં ટીમ ઇન્ડિયા હોટ ફેવરિટ

ક્રિકેટની મેચ અને ખેલાડીના દેખાવ પર સત્તાવાર રીતે સટ્ટો લેતી વેબસાઇટ્સ અને બુકીઓના મતે ભારત વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ છે. તેઓના મતે ઈંગ્લેન્ડ બીજા નંબરે ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ચોથા ક્રમે વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ છે.

લેડબ્રોક્સના નામની વેબસાઇટમાં ભારત જીતશે તેના પર શરત લગાવનારને ૧૩/૮, ઈંગ્લેન્ડ માટે ૧૫/૮, ઓસ્ટ્રેલિયા માટે ૧૧/૪ અને ન્યુઝીલેન્ડ માટે ૮/૧નો ભાવ ચાલે છે. જેની ચેમ્પિયન બનવાની ભાવની રીતે સંભાવના વધુ તેના પર રકમ લગાવનારને વળતર ઓછું મળે જેમ સટ્ટો ખેલનાર શક્યતા ધરાવતી ટીમ પર રકમ મુકે તો અને તે જીતે તો તેનું વળતર અનેકગણું વધી જાય છે.

Read Also

Related posts

આલિયા કેટરીના અને દીપિકા પહેલા પોતાના ‘મિત્રની પત્ની’ને ડેટ કરતો હતો રણબીર કપૂર

Pritesh Mehta

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા બેંગ્લોરની જેલમાં પરત મોકલાયો, સુરક્ષા હેઠળ રવાના

pratik shah

અમદાવાદ / મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થતા મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં, સ્વચ્છતા ન જળવાતા એકમોને નોટિસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!