GSTV

વિમેન્સ ટી 20 ક્રિકેટ વર્લ્ડ કપ ફરીથી મોકૂફ, હવે 2023માં યોજાશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ પુષ્ટિ આપી છે કે વિમેન્સ ટી 20 વર્લ્ડ કપ ફેબ્રુઆરી 2023માં ફેબ્રુઆરી દક્ષિણ આફ્રિકામાં યોજાશે.

અગાઉ આ ટુર્નામેન્ટ નવેમ્બર 2022માં યોજાવાની હતી

અગાઉ આ ટુર્નામેન્ટ નવેમ્બર 2022માં યોજાવાની હતી પરંતુ હવે તેને 9 થી 26 ફેબ્રુઆરી 2023માં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આઇસીસીએ કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખતા આ વર્ષે ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડમાં યોજાનારા 50 ઓવરનો વિમેન્સ વર્લ્ડ કપ પણ 2021માં મુલતવી રાખીને 2022માં આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત વિમેન્સ ટી20 ક્રિકેટ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં પણ પ્રથમ વખત પર્દાપણ કરશે અને આઇસીસીએ આ અંગેના ક્વોલિફિકેશન પ્રક્રિયાની પણ જાહેરાત કરી છે.

ICCએ પોતાના નિવેદનમાં શુ કહ્યું

આઇસીસીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે 2023માં કોઈ મોટી વિમેન્સ ટુર્નામેન્ટ સુનિશ્ચિત નથી અને ટી20 વર્લ્ડ કપ માટે ખેલાડીઓને વધુ સારી તૈયારીનો સમય આપવા માટે બોર્ડે તારીખોમાં ફેરફાર કર્યો છે. આઈસીસીના ચીફ એક્ઝિક્યુટિવ મનુ સાહનીએ કહ્યું કે, આઈસીસી વિમેન્સ ટી 20 વર્લ્ડ કપને 2023માં આયોજન કરવાથી ઘણા ફાયદાઓ મળશે. તેમણે જણાવ્યું કે પ્રથમ વિમેન્સને વૈશ્વિક સ્તરે સારું પ્રદર્શન કરવાની સારો સમય મળશે. બીજું આ સ્પર્ધાઓના આયોજનથી વિમેન્સની રમતોમાં નિરંતરતા બની રહેશે.

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!