GSTV
Gujarat Government Advertisement

IPL 2021 પર મોટો ખતરો! ICC નથી ઇચ્છતું 15 ઓક્ટોબર સુધી ચાલે ટુર્નામેન્ટ, વધી BCCIની મુશ્કેલી

IPL

Last Updated on June 9, 2021 by Damini Patel

ઇન્ડિયન પ્રીમિયમ લીગ(IPL) 2021 વચ્ચે થયેલ મેચોનો આગાઝ 19 સપ્ટેમ્બરે યુએઈમાં થશે અને ફાઇનલ 15 ઓક્ટોમ્બરે રમાશે. જો કે હવે ખબર સામે આવી રહી છે કે આઈસીસીને આઇપીએલના આ શેડ્યુલથી આપત્તિ છે. આઈસીસી નથી ઇચ્છતું કે આઈપીએલ ફાઇનલ 15 ઓક્ટોબર સુધી રમાઈ. જણાવી દઈએ કે આઈસીસી 18 ઓક્ટોબરથી ટી20 વર્લ્ડ કપ આયોજન કરવાનું વિચારી રહી છે એવામાં જો આઇપીએલ માત્ર 3 દિવસ પહેલા ખતમ થાય છે તો એની અસર ટુર્નામેંટ પર પડી શકે છે.

એક અહેવાલ મુજબ, આઈસીસીના નજીકના સૂત્રોએ કહ્યું, ‘ટી20 વર્લ્ડ કપ 18 ઓક્ટોબરથી શરુ થઇ શકે છે તો એવામાં આઇપીએલ 15 ઓક્ટોબર સુધી ચાલી શકે છે. આઈસીસી એની મંજુરી ક્યારેય નહિ આપે. સાથે જ ટી20 વર્લ્ડ કપમાં રમવા વાળી ટીમ પોતાના ખેલાડીઓને આઇપીએલ રમવાની મંજૂરી આપશે? અમારું માનવું છે કે બીસીસીઆઈએ આઇપીએલ 2021 10 ઓક્ટોબરથી આગળ વધારવું ન જોઈએ.

મુશ્કેલીમાં બીસીસીઆઈ, શું ફરી બદલાશે આઇપીએલ શેડ્યુઅલ ?

ipl

આઇસીસીની નારાજગીના સમાચાર પછી બીસીસીઆઈની મુશ્કેલીઓ વધી ગઈ છે. સવાલ એ છે કે હવે બીસીસીઆઈ ફરી એક વખત આઈપીએલનું શેડ્યુલ બદલશે? અથવા આઇસીસીએ આઈપીએલ ટી -20 વર્લ્ડ કપને આગળ વધારવો પડશે? આપને જણાવી દઈએ કે, જો આઇસીસી 10 ઓક્ટોબર સુધીમાં બીસીસીઆઈને આઈપીએલ સમાપ્ત કરવાનું કહેશે, તો આ ટુર્નામેન્ટનું આયોજન કરવું ખૂબ મુશ્કેલ બનશે. કારણ કે બીસીસીઆઈએ પહેલેથી જ કહ્યું છે કે ટૂર્નામેન્ટ પૂર્ણ કરવા માટે તેને 25 દિવસની વિન્ડોની જરૂર છે. તમને જણાવી દઈએ કે ટી ​​20 વર્લ્ડ કપના સ્થળ અંગે હજી સ્થિતિ સ્પષ્ટ નથી. એવા અહેવાલો છે કે ભારતમાં કોરોના વાયરસને કારણે બીજા દેશમાં ટૂર્નામેન્ટનું આયોજન થઈ શકે છે, જોકે બીસીસીઆઇએ તેના અંગે નિર્ણય લેવા માટે આઈસીસી પાસેથી થોડો સમય માંગ્યો છે. એવા અહેવાલો છે કે આ ટૂર્નામેન્ટ શ્રીલંકામાં યોજાઈ શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જ્ઞાનનું દાન/ એક હજાર વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયાર કરશે અમદાવાદના ડીસીપી રાજેશ ગઢિયા, 14 યુવાનોને PSI બનાવ્યા

Harshad Patel

ફફડાટ/ ત્રીજી લહેર આવી તો ક્રોનિક ડીસીઝવાળા બાળકોની હાલત થશે વધુ ગંભીર, તબીબો પણ મૂકાયા ચિંતામાં

Pritesh Mehta

વાઇરલ વિડિઓ / લૉનમાં સૂતો હતો કૂતરો, ચિત્તાએ પકડીને કાર્ય આવા હાલ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!