GSTV
Gujarat Government Advertisement

ક્રિકેટમાં જાપાનની ટીમ લીલા તોરણે પવેલિયન ભેગી : ભારતે 41 રનમાં ખખડાવી નાખ્યું

Last Updated on January 22, 2020 by Mayur

સાઉથ આફ્રિકામાં ચાલી રહેલા અંડર-૧૯ વર્લ્ડ કપની લીગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાવ નવી-સવી એન્ટ્રી લેનારી જાપાનની ટીમ ૨૨.૫ ઓવરમાં માત્ર ૪૧ રનમાં જ ખખડી ગઈ હતી. ભારતીય સ્પિનર રવિ બિશ્નોઈએ એક તબક્કે ૦ રનમાં ચાર વિકેટ ઝડપી હતી, જોકે ત્યાર બાદ તેણે પાંચ રન આપ્યા હતા. ભારતે માત્ર ૪.૫ ઓવરમાં જ વિના વિકેટે ૪૨ રન કરતાં મેચ જીતી લીધી હતી. ભારતની અંડર-૧૯ ટીમનો વર્લ્ડ કપમાં આ સતત બીજો વિજય હતો. રવિ બિશ્નોઈ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.

જાપાનની ઈનિંગમાં એક પણ બેટ્સમેન ડબલ ફિગરના સ્કોર સુધી પહોંચી શક્યો નહતો. જ્યારે પાંચ બેટ્સમેનોએ તો ખાતું ખોલાવ્યા પહેલા જ વિકેટ ગૂમાવી દીધી હતી. જાપાનની ટીમમાં સર્વાધિક ૧૯ રન એક્સ્ટ્રાના હતા, જેમાં ૧૨ વાઈડ હતા.

વર્લ્ડ કપ ઈતિહાસનો બીજા ક્રમનો નિમ્ન સ્કોર

ભારતીય અંડર-૧૯ ટીમે ટોસ જીતીને જાપાનને બેટીંગમાં ઉતાર્યું હતુ. જાપાનઝ ટીમ ૨૨.૫ ઓવરમાં ૪૧ રનમાં સમેટાઈ હતી, જે આઇસીસી વર્લ્ડ કપનો બીજા ક્રમનો નિમ્ન સ્કોર હતો. ૨૦૦૪ના અંડર-૧૯ વર્લ્ડ કપની પ્લેટ ગૂ્રપની મેચમાં ઓસ્ટ્રેલિયા સામે સ્કોટલેન્ડ ૨૨.૩ ઓવરમાં ૨૨ રનમાં સમેટાયું હતુ. જ્યારે ૨૦૦૨માં સાઉથ આફ્રિકા સામે કેનેડા ૨૮.૪ ઓવરમાં ૪૧ના સ્કોર પર સમેટાયું હતુ. ભારત તરફથી રવિ બિશ્નોઈએ ૮-૩-૫-૪ની ફિગર્સ મેળવી હતી. જ્યારે કાર્તિક ત્યાગીને ત્રણ, આકાશ સિંઘને બે વિકેટ મળી હતી.

ભારતે માત્ર ૨૯ જ બોલમાં વિજય

જીતવા માટેના ૪૨ રનના ટાર્ગેટને ભારતે માત્ર ૨૯ બોલમાં જ હાંસલ કર્યો હતો. જયસ્વાલ ૨૯ રને અને કુશાગ્ર ૧૩ રને નોટઆઉટ રહ્યા હતા. ભારતે ૪.૫ ઓવરમાં વિના વિકેટે ૪૨ રનનો સ્કોર કર્યો હતો. ભારતે આ આસાન જીતની સાથે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી લીધું હતુ. ભારતને હવે આખરી લીગ મેચમાં તારીખ ૨૪મી જાન્યુઆરીને શુક્રવારે ન્યૂઝીલેન્ડની સામે ટકરાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખેડૂતોને લૂંટો: કપાસમાં હલકી ગુણવત્તાવાળા બિયારણનું વેચાણ, સરકારે ભાવ ઘટાડવાને બદલે ખાતરની થેલીનું વજન ઘટાડી નાખ્યું

Pravin Makwana

એડમિશન: ખાનગી શાળામાં આજથી શાળા પ્રવેશની કાર્યવાહી શરૂ, વધુમાં વધુ ફોર્મ ભરાય તેવી સરકારમાંથી સીધી સૂચના

Pravin Makwana

કુદકેને ભૂસકે વધી રહી છે ગુજરાતની વસ્તી: 2020ના અંતે વસ્તી 6.55 કરોડ થઈ, ચૂંટણી ટાણે આટલી થઈ છે જનસંખ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!