GSTV
Home » News » ભારતીય ટીમ ટેસ્ટ સીરીઝ હારી, તેમ છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં કોહલીનો દબદબો યથાવત

ભારતીય ટીમ ટેસ્ટ સીરીઝ હારી, તેમ છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં કોહલીનો દબદબો યથાવત

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાચ કોહલીએ આઇસીસીની ટેસ્ટ બેટ્સમેનની રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ત્રણ ક્રમ ઉપર આવકાં બોલરોની રેંકિંગમાં ટોચના 20 ખેલાડીઓમાં વાપસી કરી છે. કોહલીએ ઇંગ્લેન્ડની સામે ચોથી ટેસ્ટમાં 46 અને 58 રનની ઇનિંગ બાદ કારકિર્દીમાં સૌથી વધુ 937 રેટિંગ પોઇન્ટ મેળવ્યાં છે. રેટિંગ પોઇન્ટ અનુસાર અત્યાર સુધી શ્રેષ્ઠ બેટ્સમેનની યાદીમાં કોહલી 11મા સ્થાને છે. ઇંગ્લેન્ડની સામે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝમાં કોહલી અત્યારસુધી 544 રન બનાવી ચુક્યાં છે.

ચેતેશ્વર પુજારા છઠ્ઠા ક્રમે યથાવત

ચેતેશ્વર પુજારા ટેસ્ટ બેટ્સમેનની રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને છે અને ભારતનો બીજો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. જ્યાં ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં શમી 19માં ક્રમે છે. સાથે જ ઇશાંત શર્મા 25મા ક્રમે છે. જસપ્રિત બુમરાહ કરિયરમાં સૌથી વધુ 487 અંક મેળવીને બોલરોની રેન્કિંગમાં 37માં સ્થાન પર છે.

સેમ કુરેન બેટ્સમેનોની રેન્કિંગમાં 29 ક્રમ ઉપર ચડ્યો

બીજી બાજુ ચોથી ટેસ્ટમાં 78 અને 46 રનની ઇનિંગ રમનાર ઇંગ્લેન્ડના સેમ કુરેન બેટ્સમેનની રેન્કિંગમાં 29 સ્થાન ઉપર આવી ગયો છે અને તેણે 43મું સ્થાન મેળવ્યું છે જ્યારે બોલરોની યાદીમાં 11 સ્થાન ઉપર આવતાં 55મું સ્થાન હાંસેલ કર્યુ છે.

ટેસ્ટ મેચની બે ઇનિંગમાં અનુક્રમે પાંચ અને ચાર વિકેટ લેનારા ઑફ સ્પિનર મોઇને 66 અંક મેળવ્યાં છે અને તેના રેટિંગ પોઇન્ટ 543 થઇ ગાં છે. તે ઓલરાઉન્ડર ખેલાડીઓની રેન્કિંગમાં પણ એક ક્રમ ઉપર આવીને સાતમાં સ્થાને પહોંચી ગયો છે. જોસ બટલર પણ 15 ક્રમ ઉપર ચડતાં બેટ્સમેનની યાદીમાં કરિયરની સર્વશ્રેષ્ઠ 32મા ક્રમે પહોંચી ગયો છે. ઓલરાઉન્ડ બેન સ્ટોક્સે પણ બેટ્સમેનની યાદીમાં ત્રણ સ્થાન ઉપર આવતાં ટેસ્ટ બેટ્સમેનની યાદીમાં 29મુ સ્થાન મેળવ્યું છે.

Related posts

ડીસામાં આરોગ્યની ટીમે શહેરમાં ગેરકાયદેસર ચાલતા દવાખાનાની તપાસ હાથ ધરી

Kaushik Bavishi

નિત્યાનંદ આશ્રમ વિવાદ: હાથીજણ ખાતેનાં આશ્રમની બે સંચાલિકાઓની પોલીસે ધરપકડ કરી

Kaushik Bavishi

વાહનો માટેની સ્ક્રેપેજ નીતિ લાગુ કરવાના પ્રયાસને વધુ એક ઝટકો, નીતિ આયોગે ચિંતા વ્યક્ત કરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!