GSTV
Home » News »  ICC ની ટેસ્ટ રેન્કીંગમાં પૂજારા અને જાડેજા બીજા ક્રમે, જાણો કોણ છે ટોચ પર

 ICC ની ટેસ્ટ રેન્કીંગમાં પૂજારા અને જાડેજા બીજા ક્રમે, જાણો કોણ છે ટોચ પર

ટીમ ઇન્ડિયાના બેટ્સમેનનો દબદબો ફક્ત મેદાન પર જ નહી પરંતુ આઇસીસીની ટેસ્ટ રેન્કીંગમાં પણ જોવા મળ્યો. આઇસીસીએ જારી કરેલી ટેસ્ટ રેન્કીંગમાં ચેતેશ્વર પૂજારા બીજા ક્રમે છે અને કેપ્ટન વિરાટ કોહલી પાંચમાં ક્રમે છે. પૂજારા ત્રીજી વખત આઇસીસીની રેન્કીંગમાં બીજા ક્રમ પર છે. અગાઉ માર્ચમાં ઓસ્ટ્રેલીયાની રાંચી ટેસ્ટ બાદ કે બીજી ક્રમે હતો અને છેલ્લે શ્રીલંકા વિરુદ્ધ કોલંબો ટેસ્ટ બાદ તે આ ક્રમ હાંસલ કરવામાં સફળ રહ્યો છે.

 

નાગપુર ટેસ્ટમાં 143 રનની ઇનિંગ રમવાનો લાભ પૂજારાને આઇસીસી રેન્કીંગમાં મળ્યો છે. આઇસીસીની રેન્કીંગમાં પ્રથમ ક્રમે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ છે. ત્રીજા ક્રમે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ અને ચોથા ક્રમે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન છે. બોલરોની રેન્કીંગની વાત કરીએ તો તેમાં બાંગ્લાદેશનાં સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન પહેલા ક્રમે છે તો ટીમ ઇન્ડિયાના લેફ્ટ આર્મ સ્પિનર રવિન્દ્ર જાડેજા બીજા ક્રમે યથાવત છે. ભુવનેશ્વર કુમાર 28માં અને ઇશાંત શર્મા 30માં ક્રમે છે.

Related posts

13 ઈન્ટરનેશનલ વનડે રમનારો આ ક્રિકેટર હવે ભારતીય ટીમને બેટીંગ શીખવાડશે

Kaushik Bavishi

ટીમ ઈન્ડિયાના નવા બેટીંગ કોચ તરીકે આ વ્યક્તિની થઈ પસંદગી

Kaushik Bavishi

ભારત – પાકિસ્તાનના તણાવ વચ્ચે રમાનાર ડેવીસ કપ સ્થગિત, નવેમ્બરમાં રમાવાની શક્યતા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!