GSTV
Home » News » ICC Test Ranking: વિરાટ કોહલી પ્રથમ સ્થાને યથાવત, વિસ્ફોટક બેટ્સમેન વોર્નર અને સ્મિથ પાછળ

ICC Test Ranking: વિરાટ કોહલી પ્રથમ સ્થાને યથાવત, વિસ્ફોટક બેટ્સમેન વોર્નર અને સ્મિથ પાછળ

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની નવી ટેસ્ટ રેન્કિંગમાં બેટ્સમેનોની સૂચીમાં શીર્ષ સ્થાન પર યથાવત છે. વિરાટ કોહલી (928) ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ કરતા 17 પોઇન્ટ આગળ છે. સ્મિથે પર્થમાં રમાયેલી પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે 43 અને 16 રન બનાવ્યા હતા. આ મેચ ઓસ્ટ્રેલિયા 296 રને જીતી ગઈ હતી.

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્નસ લબુશેને રેન્કિંગમાં સતત વધારો કર્યો છે. ન્યુઝીલેન્ડ સામે પર્થ ટેસ્ટમાં 143 અને 50 રનની ધારદાર ઈનિગ રમીને લાબુશાને ત્રણ સ્થાન આગળ વધીને પાંચમા સ્થાને પહોંચ્યા છે.

લાબુશાને જોકે પાકિસ્તાનના ઝહીર અબ્બાસ અને મુદસ્સર નઝારનાં રેકોર્ડની બરાબરી કરવામાં ચૂકી ગયા હતા. જેમાં તેમણે સતત ત્રણ ઇનિંગ્સમાં 150 થી વધુ રન બનાવ્યા હતા.

રેન્કિંગમાં તેમણે ઓપનર ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધો હતો અને સ્મિથ પછીનાં બીજાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. ચેતેશ્વર પૂજારા (791) અને અજિંક્ય રહાણે (759) અનુક્રમે ચોથા અને છઠ્ઠા સ્થાને છે.

જ્યારે શ્રીલંકા સાથે પ્રથમ ઘરેલુ ટેસ્ટમાં અણનમ 102 રન રમ્યા બાદ બાબર આઝમ પ્રથમ વખત ટોપ 10 માં પહોંચ્યાં.

ટી -20 રેન્કિંગમાં ટોચ પર અને વન ડેમાં બીજા ક્રમે રહેલો આ બેટ્સમેન ટેસ્ટ રેન્કિંગમાં 13 માંથી નવમાં સ્થાને રહ્યા છે.

READ ALSO

Related posts

કૈલાશ ખેરે કહ્યું, ‘હું ધારૂં તો ટ્રમ્પને અગડ બમ બમ લહેરી સોંગ પર નચાવી શકું’

Mayur

રોજનાં માત્ર 40 રૂપિયા બચાવીને તમે જમા કરી શકો છો 8 લાખ રૂપિયા, આ છે પૈસાદાર બનાવતી સ્કીમ

Mansi Patel

કિયારાના ટૉપલેસ થયા બાદ શર્ટલેસ થયાં આ ત્રણ હૉટ એક્ટર્સ, સેક્સી લુક પર થઇ જશો ફિદા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!