GSTV
Gujarat Government Advertisement

ટી-20 વર્લ્ડકપ/ અમદાવાદમાં રમાઈ શકે છે ફાઈનલ મેચઃ પાકિસ્તાની ટીમનો ભાગ લેવાનો રસ્તો ક્લિયર, ભારત સરકારની વીઝા માટે સંમતિ

મોટેરા

Last Updated on April 17, 2021 by Harshad Patel

ભારતમાં, આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી -20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ભાગ લેવાનો રસ્તો ક્લિયર થયો છે. ભારત સરકારે પાકિસ્તાની ખેલાડીઓ અને મીડિયાને વિઝા આપવાની સંમતિ આપી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ શુક્રવારે મળેલી વર્ચુઅલ મીટીંગ દ્વારા એપેક્સ કાઉન્સિલને માહિતી આપી હતી. બોર્ડના જણાવ્યા અનુસાર, તેઓને પાકિસ્તાની ખેલાડીઓના વિઝા માટે સરકાર તરફથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે. જોકે, ક્રિકેટ રસિયાઓને વીઝાને લઈને હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ટૂંક સમયમાં સંબંધિત મંત્રાલય દ્વારા આ અંગે નિર્ણય લેવાશે.

સરકારે પાકિસ્તાની ખેલાડીઓ અને મીડિયાના સભ્યો માટે વિઝા આપવાની મંજૂરી આપી

આ મીટીંગમાં સામેલ બીસીસીઆઈના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે ટી -20 વર્લ્ડ કપ એ આઈસીસીનો કાર્યક્રમ છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે પાકિસ્તાની ખેલાડીઓ અને મીડિયાના સભ્યો માટે વિઝા આપવાની મંજૂરી આપી દીધી છે. આ બાબતે આગામી મહિનાઓમાં વધુ ચર્ચા કરવામાં આવશે. આ અગાઉ પીસીબીના અધ્યક્ષ એહસાન મનીએ અલ્ટીમેટમ આપ્યું હતું કે બીસીસીઆઈએ 31 માર્ચ સુધીમાં પાકિસ્તાની ટીમ માટેના વિઝાની મંજૂરી અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. તેના એક દિવસ બાદ એટલે કે 1 એપ્રિલે, આઈસીસીએ બોર્ડ મીટિંગમાં આ વાતની પુષ્ટિ કરી કે આ વિવાદનો એક મહિનામાં ઉકેલ લાવવામાં આવશે.

ટી 20 વર્લ્ડ કપ માટે મેચ રમવાના 9 સ્થળો કરાયા શોર્ટલીસ્ટ

મીટિંગમાં કોરોના વાયરસથી સર્જાયેલી પરિસ્થિતિને કારણે ટૂર્નામેન્ટ અંગે પણ ચર્ચા થઈ હતી. બીસીસીઆઈએ ટૂર્નામેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બોર્ડે 9 સ્થળો એ મેચ રમાડવા માટેની તૈયારીઓ રાખવાની વાત કરી છે. જો કે આ અંગે અંતિમ નિર્ણય પરિસ્થિતિ જોયા બાદમાં લેવામાં આવશે. અત્યારે ટૂર્નામેન્ટની ફાઇનલ માટે અમદાવાદનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ, બેંગ્લોર, હૈદરાબાદ, ધર્મશાળા, કોલકાતા અને લખનઉ છે. બોર્ડના અધિકારીએ જણાવ્યું કે મેચ માટેના મેદાનો શોર્ટલીસ્ટ કરાયા છે. ટૂર્નામેન્ટ નજીક આવતાની સાથે જ આ નિર્ણય લેવામાં આવશે. હાલની કોરોનાની પરિસ્થિતિ જોતાં અત્યારથી વિચારવું ખોટી ઉતાવળ ગણાશે કે ઓક્ટોબર નવેમ્બરમાં કોરોનાની સ્થિતિ કેવી હશે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 2021 ના અંતમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે

આ ઉપરાંત બીસીસીઆઈની આ મીટિંગમાં નિર્ણય લેવાયો છે કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 2021 ના અંતમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. આ પછીન્યુઝીલેન્ડનો પ્રવાસ પણ થશે જે મહિલા વનડે વર્લ્ડ કપ પહેલા યોજાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બૂમરાણ/ સિવિલની 2000ની ડિમાન્ડ સામે મળ્યા માત્ર 275, કોરોના બાદ હવે ગુજરાતમાં નથી મળી રહ્યાં આ ઈન્જેક્શન

Damini Patel

ચિંતાનો વિષય/ અમદાવાદમાં ICU અને ઓક્સિજનના 8052 બેડ હજુ ભરાયેલા, જાણી લો કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી

Bansari

મિશાલ/ મૂક-બધિર કોરોના દર્દીઓની તકલીફ સમજવા આ નર્સે કર્યુ એવું અનોખુ કામ, જાણશો તો તમે પણ કરશો સલામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!