GSTV
Home » News » ICC T-20 રેન્કિંગ: કુલદીપ યાદવનો હનુમાન કૂદકો, કોહલીને થયું સૌથી મોટુ નુકસાન

ICC T-20 રેન્કિંગ: કુલદીપ યાદવનો હનુમાન કૂદકો, કોહલીને થયું સૌથી મોટુ નુકસાન

ચાઇના મેન કુલદીપ યાદવ આઇસીસી ટી-20ના બોલર્સની રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે જ્યારે ભારતના બે રેન્કિંગ પોઇન્ટ કપાવા છતાં ટીમ રેન્કિંગમાં પાકિસ્તાન બાદ બીજા સ્થાને યથાવત છે.

કુલદીપે ન્યૂઝીલેન્ડ સામે અંતિમ વન ડેમાં 26 રન આપીને બે વિકેટ ઝડપી. કુલદીપના સ્પિન પાર્ટનર યુજવેન્દ્ર ચહલ 6 ક્રમ નીચે આવીને 17માં નંબરે પહોંચી ગયો છે. જ્યારે ભુવનેશ્વર કુમાર 18મા સ્થાને યતાવત છે. બેટ્સમેનમાં ભારતીય વાઇસ કેપ્ટન રોહિત શર્મા ત્રણ ક્રમ ઉપર આવ્યો જ્યારે કેએલ રાહુલ ત્રણ ક્રમ નીચે ઉતરી ગયો છે.

પાકિસ્તાનના બાબર આઝમ ટોચના સ્થાને છે. રોહિત સાતમા અને રાહુલ દસમા ક્રમે છે જ્યારે શિખર 11મા નંબરે છે. ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાંથી બહાર રહેલો વિરાટ કોહલી ચાર ક્રમ નીચે આવીને ઝિમ્બાબ્વેના હેમિલ્ટન મસાકાજા સાથે સંયુક્ત 19મા સ્થાને છે.

લેગ સ્પિનર કૃણાલ પંડ્યા 39 ક્રમ ઉપર આવીને કરિયરના સર્વશ્રેષ્ઠ 58માં રેન્કિંગ પર છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન એક ક્રમ ઉપર આવીને 12મા, રૉસ ટેલર સાત ક્રમ ઉપર આવીને 51મા અને ટીમ સીફર્ટ 87 ક્રમની છલાંગ લગાવીને 83માં સ્થાને છે.

Read Also

Related posts

અપૂરતી ઉંઘ એટલે આ રોગને આમંત્રણ

Bansari

શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ભૂલથી પણ ગ્રહણ ન કરતાં, નહી તો…

Bansari

IND vs PAK: વિકેટ ન મળવાની હતાશા, પાકના બોલરને મેચમાં મળી અમ્પાયરની ચેતવણી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!