GSTV
Cricket Sports Trending

New Rule / ICCએ ટી-20માં લાગુ કર્યો નવો નિયમ, સ્લો ઓવર રેટ માટે મળશે આ સજા

ICC

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શુક્રવારે T20 ઇન્ટરનેશનલની પ્લેઇંગ કંડીશનમાં ફેરફારની ઘોષણા કરી છે. 16 જાન્યુઆરી સબીના પાર્કમાં વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ વચ્ચે યોજાનારી એકમાત્ર T20 મેચથી આ નિયમ લાગુ થશે.

ICC

નિયમો મુજબ પુરૂષો અને મહિલા T20 ઇન્ટરનેશનલમાં સ્લો ઓવર રેટ માટે દંડ મેચ દરમિયાન જ લાદવામાં આવશે. સાથે જ દ્વિપક્ષીય T20 ઈન્ટરનેશનલ સીરિઝમાં દરેક ઈનિંગ વચ્ચે 2.5 મિનિટનો ઓપશનલ ડ્રિંક બ્રેક લેવામાં આવશે. પરંતુ તેના માટે ટી20 સીરીઝ પહેલા બંને દેશોના બોર્ડે આ અંગે સમજૂતી કરવી પડશે.

ઓવર રેટના નિયમ પ્લેઇંગ કન્ડીશન વિભાગ 13.8 માં નિર્ધારિત કરવામાં આવ્યા છે, જે નિર્ધારિત કરે છે કે ફિલ્ડિંગ સાઈડ નિર્ધારિત અથવા પુનઃનિર્ધારિત સમયની અંદર ઈનિંગની છેલ્લી ઓવરનો પ્રથમ બોલ ફેંકી શકે તેવી સ્થિતિમાં હોવી જોઈએ.

હવે નવા નિયમો મુજબ કોઈ ટીમ ઓવર રેટમાં નક્કી સમયથી પાછળ હશે, તો બાકીના ઓવરોમાં એક પ્લેયરને 30 યાર્ડની ત્રિજ્યાની અંદર આવવું પડશે. હાલ પાવર પ્લે પછી 30 યાર્ડની ત્રિજ્યા બહાર પાંચ પ્લેયર બહાર ઉભા રહી શકે છે. પરંતુ ઓવર રેટ માટે પેનલ્ટી મળવા પર માત્ર ચાર ફિલ્ડર જ બહાર રહી શકશે.

ICC ક્રિકેટ સમિતિ તરફથી ફેરફારની ભલામણ કરવામાં આવી હતી, જે નિયમિતપણે તમામ ફોર્મેટમાં રમતના નિયમોને સુધારવાની રીતો પર ચર્ચા કરે છે. ECB દ્વારા આયોજિત ધ હન્ડ્રેડ સ્પર્ધામાં પણ સમાન નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સેન્ચુરિયન ખાતે 18 જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની સિરીઝની પ્રથમ ટી20 નવી પ્લેઈંગ કંડિશનમાં રમાતી પ્રથમ વૂમેન્સ ટી20 મેચ હશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને a ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

ગેહલોતે સચિન પાયલટને ગદ્દાર કહ્યા બાદ બંને નેતાઓ પ્રથમ વખત આમને-સામને, કેસી વેણુગોપાલ રાજકીય ખેંચતાણ અંગે ચર્ચા કરી શકે

HARSHAD PATEL

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટેસ્ટ ટીમો 17 વર્ષોથી પાકિસ્તાનનો પ્રવાસ કરવાથી કેમ દૂર ભાગતી રહી છે?

Kaushal Pancholi

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL
GSTV