શશાંક મનોહરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) નું ચેરમેનપદથી રાજીનામું આપી દીધું છે. શશાંક મનોહરે પોતાના બે વર્ષના કાર્યકાળ બાદ આ પદ છોડી દીધું છે. આઈસીસી બોર્ડે આજે બેઠક કરી હતી. આ વાત પર સહમતિ બની કે ઉપાધ્યક્ષ ઈમરાન ખ્વાજા ચેરમેનની જવાબદારીઓ ત્યાં સુધી સંભાળશે કે જ્યાં સુધી નવા ચેરમેનની ચૂંટણીઓ ન ન થાય. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) નવા ચેરમેનની ચૂંટણી આગળના સપ્તાહે થવાની આશા છે. એવી સંભાવના છે કે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે પ્રમુખ કોલિન ગ્રાવેસ તેમનું સ્થાન લઈ શકે છે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું નામ પણ ચર્ચામાં છે.
Shashank Manohar has stepped down as International Cricket Council Chairman. Dy Chairman Imran Khwaja will assume responsibilities of the Chairman until a successor is elected.
— ANI (@ANI) July 1, 2020
Process for the Chairperson election expected to be approved by the ICC Board within the next week. pic.twitter.com/OOGIcfzqpJ
આઈસીસીને એક સારી ઊંચાઈએ પહોંચાડી
આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) મનુ સાહનીએ કહ્યું કે આઈસીસી બોર્ડ, કર્મચારીઓ અને સમગ્ર કિકેટ પરિવાર તરફથી હું શશાંક મનોહરનો તેમના નેતૃત્ત્વ અને આઈસીસી ચેરમેનના રૂપમાં ક્રિકેટ માટે કરેલા દરેક કામ માટે ધન્યવાદ આપું છું. અમે તેમના અને પરિવાર માટે સારા ભવિષ્યની શુભકામના પાઠવીએ છીએ. આઈસીસી ઉપાધ્યક્ષ ઈમરાન ખ્વાજાએ કહ્યું કે , શશાંક મનોહરે પ્રતિબદ્ધતા સાથે ક્રિકેટ માટે જે કર્યું તેના માટે આઈસીસી બોર્ડના હરકોઈ વ્યક્તિ તેમનો દિલથી ધન્યવાદ વ્યક્ત કરે છે. તેમણે ક્રિકેટ અને આઈસીસીને એક સારી ઊંચાઈ પર પહોંચાડી છે.

READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….