GSTV

T20 World Cup / ICCએ ફાઇનલ ટી20 ટીમ જાહેર કરી, શું ભારતીયમાં ટીમમાં આવ્યો કોઈ ફેરફાર? જાણો…

Last Updated on October 11, 2021 by Zainul Ansari

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી વર્લ્ડ કપ માટે બધી ટીમોની ફાઇનલ ટી 20 સ્કવોડ જારી કરી છે. ICC અને ટી20 વર્લ્ડ કપની સત્તાવાર વેબસાઇટ મુજબ ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નથી દેખાઈ રહ્યો.

જોકે બીજા અન્ય મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ટીમ ઇન્ડિયાના પસંદગીકારો પાસે ટી20 વર્લ્ડ કપ ટીમમાં કોઈ પણ ફેરફાર કરવા માટે પાંચ દિવસ છે. ICCએ તમામ સુપર 12 ટીમોને 15 ઓક્ટોબર સુધી એક અઠવાડિયાનો સમય આપ્યો છે. કહેવામાં આવ્યું છે કે 10 ઓક્ટોબરની સમમ મર્યાદા ફક્ત એ ટીમો માટે હતી, જે 17 ઓક્ટોબરથી ક્વાલીફાઇંગ સ્ટેજમાં રમવા માટે તૈયાર છે.

ICCના એક અધિકારીએ જણાવ્યું કે ટીમો તેમની સપોર્ટ અવધિ શરૂ થવાના સાત દિવસ પહેલા પોતાની ટીમો બદલી શકે છે.ભારતની સમર્થન અવધિ સુપર 12થી શરૂ થશે, જે 23 ઓક્ટોબરે નિર્ધારિત છે. આ દિવસે ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ પહેલી મેચ રમશે. તેથી તેની પાસે 15 ઓક્ટોબર સુધી ટીમ બદલવાનો સમય છે.

કેટલાક પૂર્વ ખેલાડીઓએ શિખર ધવન અને યુઝવેન્દ્ર ચહલ જેવા ટોચના ખેલાડીઓની ટીકા પર ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરી IPL 2021ના UAE લીગ દરમિયાન તેમના પ્રદર્શન પછી આ ખેલાડીઓ પર સસ્પેન્સ વધી ગયુ છે. અગાઉ BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે જ્યા સુધી કોઈ ઇજાગ્રસ્ત નથી થતો, ત્યા સુધી ટીમમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. માનવામાં આવી રહ્યું છે કે ફિઝિયો વરુણ ચક્રવર્તી અને પાંડ્યાની ફિટનેસ પર ચાપતી નજર રાખી રહ્યા છે.

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (Wk), ઇશાન કિશન (Wk), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી સામેલ છે. જ્યારે રિઝર્વમાં શ્રેયસ અયર, દીપક ચાહર અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ થાય છે. યુઝવેન્દ્ર ચહલ અને શિખર ધવન સામેલ નથી.

ભારતના મેચ

  • 24 ઓક્ટોબર – પાકિસ્તાન વિરુદ્ધ
  • 31 ઓક્ટોબર – ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ
  • 3 નવેમ્બર – અફઘાનિસ્તાન વિરુદ્ધ
  • 5 નવેમ્બર – રાઉન્ડ 1માં ગ્રુપ બીની વિજેતા ટીમ સામે મેચ

Read Also

Related posts

Jab We Met / સગાઈ માટે છોકરો જોવા આવે તેના એક દિવસ પહેલા જ તરૃણી ગાયબ

Bansari

રસીકરણમાં ભારતના માસ્ટરસ્ટ્રોક પર વિશ્વના સૌથી ધનિક મનુષ્ય થયા ફિદા, આખી દુનિયાને આપી આપણી પાસેથી કંઈક શીખવાની સલાહ

Pritesh Mehta

મુસાફરો આનંદો: શહેરમાં પરિવહન માટે BRTSનો ઉપયોગ કરનારાઓ હવે મેળવી શકશે માસિક પાસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!