ICC ટેસ્ટ રેન્કિંગ : વિરાટ કોહલીની બાદશાહત કાયમ, પંત અને બુમરાહ કરિયરની બેસ્ટ રેન્કિંગ પર

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ તાજેતરની આઇસીસી ટેસ્ટ રેંકિંગમાં ટોચનું સ્થાન યથાવત રાખ્યું છે, જ્યારે યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (48) અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (28) પોતાના કરિયરની શ્રેષ્ઠ રેંકિંગ પર છે. કોહલીને ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં 123 રન બનાવવાથી 14 અંક મળ્યાં છે. તેના કુલ 934 અંક થઇ ગયા છે અને તે બીજા સ્થાન પર રહેલા ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનથી 19 અંક પાછળ છે.

પંત 11 ક્રમ ઉપર આવીને 48મા સ્થાને છે જ્યારે ભારતીય વાઇસ કેપ્ટન આજિંક્ય રહાણે બે ક્રમ ઉપર ટૉપ-15માં આવી ગયો છે. વિલિયમસને શ્રીલંકા સામે ટેસ્ટમાં 91 રન બનાવ્યા. તેના કુલ 915 અંક છે. ન્યુઝીલેન્ડના ટૉમ લાથમ 264 રનની અણનમ ઇનિંગના કારણે 15 અંકની છલાંગ સાથે કરિયરની સર્વશ્રેષ્ઠ 22મી રેંકિંગ પર પહોંચી ગયો છે.

બેટ્સમેનની ઉસ્માન ખ્વાજા એક સ્થાનના ફાયદા સાથે 12મા અને કેપ્ટન ટિમ પેન 9 ક્રમ ઉપર આવીને 46મા સ્થાને પહોંચી ગયો છે. ટ્રેવિસ હેડ 63મા સ્થાન પર છે. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન એંજિલા મેથ્યૂઝ અને કુશલ મેંડિસ અનુક્રમે 16મા અને 18મા સ્થાને પહોંચી ગયા છે.

ફાસ્ટ બોલર ટિમ સાઉદી 11મા સ્થાન પર આવી ગયો છે. પર્થ ટેસ્ટમાં મેન ઑફ ધ મેચ રહેલા નાથન લિયોન કરિયરની સર્વશ્રેષ્ઠ 7મી રેન્કિંગ પર છે. જોશ હેઝલવુડ બે ક્રમ ઉપર આવીને 9મા અને મિશેલ સ્ટાર્ક એક ક્રમ ઉપર આવીને 15મા સ્થાને છે. બોલીંગમાં સાઉથ આફ્રિકાના કાગિસો રબાડા હજુ પણ ટૉપ પર છે. તેના 882 અંક છે. ભારતીયોની વાત કરીએ તો સૌથી ઉપર રવિન્દ્ર જાડેજા છે. તે 5મા નંબરે છે જ્યારે આર અશ્વિન છઠ્ઠા નંબર પર છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter