GSTV
Gujarat Government Advertisement

ICC ટી-20 રેન્કિગમાં ભારત બીજો નંબર જાળવી રાખ્યો, વન ડેમાં થયું આટલા સ્થાનનું નુકસાન

Last Updated on May 3, 2021 by Harshad Patel

ટીમ ઈન્ડિયાએ સોમવારે વાર્ષિક અપડેટ બાદ આઈસીસી ( આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરીષદ- ICC) ની ટી20 ટીમ રેન્કિંગમાં પોતાનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે. પરંતુ વન ડે રેન્કિંગમાં એક સ્થાનનું નુકસાન ભોગવવું પડ્યું છે. ભારત બીજા સ્થાનથી ખસીને ત્રીજા સ્થાને આવી ગયું છે. ટી20 રેન્કિંગમાં ઈંગ્લેન્ડ (227) પોઈન્ટ સાથે ટોપ પર છે. ભારત તેનાથી પાંચર રેટિંગ આંક પાછળ છે. આ દરમિયાન ઈંગ્લેન્ડે પાકિસ્તાન વિરુદ્ધ ત્રણ મેચોની સિરિઝ 1-1થી ડ્રો કરાવી, જ્યારે કે ઓસ્ટ્રેલિયાએ 2-1થી અને દક્ષિણ આફ્રિકાને 3-0થી હરાવી. ટીમ ઈન્ડિયાની વિરુદ્ધ ભારતની વિરુદ્ધ 2-3થી હાર ઝીલવી પડી હતી.

ન્યુઝીલેન્ડને ટી20માં વાર્ષિક અપડેટમાં ફાયદો થયો

ન્યુઝીલેન્ડને ટી20માં વાર્ષિક અપડેટમાં ફાયદો થયો છે. ટીમ પાંચમા સ્થાનથી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. વેસ્ટઈન્ડિઝ બે સ્થાનના નુકસાન સાથે 10મા નંબરે પહોંચી ગઈ છે. ન્યુઝીલેન્ડે આ દરમિયાન વેસ્ટઈન્ડિઝ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશને હરાવ્યું. ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રીજા સ્થાનથી પાંચમા સ્થાને ખસકી ગઈ છે.

ઓસ્ટ્રેલિયા બીજા અને ભારત ત્રીજા સ્થાને

શ્રીલંકા અને બાંગ્લાદેશને એકસ્થાનના ફાયદાથી ક્રમશ આઠમા અને નવમા નંબરે પહોંચી છે. આઈસીસી અનુસાર વર્ષ 2019-20માં રમાયેલી મેચોને મહત્તા અડધી કરી દીધી છે. વન ડે રેન્કિગમાં વાર્ષિક અપડેટમાં ઓસ્ટ્રેલિયા હવે ટોપ પર પહોંચેલા ન્યુઝીલેન્ડ બાદ બીજા સ્થાને અને ભારત ત્રીજા સ્થાને છે.

વન ડેમાં ભારત ત્રીજા સ્થાને પહોંચ્યું

ન્યુઝીલેન્ડે ગત વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવ્યું છે. તેને બે સ્થાનનો ફાયદો થયો છે. તેના 121 પોઈન્ટ છે તો ઓસ્ટેલિયાના 118 પોઈન્ટ છે. ભારત અને ઈંગ્લેન્ડ બંનેના 115 અંક છે પરંતુ પોઈન્ટમાં તે ત્રીજા સ્થાન પર છે. છેલ્લા 12 મહિનામાં ઈંગ્લેન્ડને ઓસ્ટ્રેલિયા અને ભારત વિરુદ્ધ વન ડે સીરીઝમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતને એક સ્થાનનું નુકસાન થયું

નવા અપડેટ મુજબ મે 2020 પછી રમાયેલી તમામ મેચોના 100 ટકા મુજબ ગણતરી કરાઈ જ્યારે કે છેલ્લા 2 વર્ષની મેચોના 50ટ કા ગણવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા 2 સ્થાનના ફાયદા સાથે બીજા નંબરે પહોંચ્યું જ્યારે ભારતને એક સ્થાનનું નુકસાન થયું છે. વેસ્ટઈન્ડિઝ શ્રીલંકાને પાછળ છોડી 9મા સ્થાન પર પહોચ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!