ICC દ્વારા સપ્ટેમ્બર 2022 માટે પ્લેયર ઓફ ધ મન્થ માટે ત્રણ ભારતીય ખેલડીઓને નોમિનેટ કર્યા છે. જેમાં મહિલા ભારતીય ખેલાડી હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાનો સમાવેશ થાય છે, જ્યારે પુરુષ કેટેગરીમાં ઓલરાઉન્ટર અક્ષર પટેલને નોમિનેટ કરવામાં આવ્યો છે.
ICC દ્વારા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત અને વાઈસ કેપ્ટન મંધાનાને પ્રથમ વખત નોમિનેટ કરવામાં આવ્યા છે. જો બેમાંથી કોઈ એક જીતે તો તે ICC મહિલા ક્રિકેટર ઓફ ધ મન્થ બનનાર પ્રથમ ભારતીય બની જશે. બંનેએ ઈંગ્લેન્ડમાં ODI અને T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ભારતના સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલને પુરૂષ વર્ગમાં નોમિનેટ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેના શાનદાર પ્રદર્શનને કારણે પુરૂષ વિભાગમાં નોમિનેશન મળ્યું છે.

હરમનપ્રીતે ઈંગ્લેન્ડમાં T20I શ્રેણીમાં ખરાબ પ્રદર્શન બાદ ODI શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રણ મેચમાં 221 રન બનાવ્યા હતા. તેણે છેલ્લી મેચમાં અણનમ 74 રન બનાવ્યા હતા, જ્યારે બીજી મેચમાં અણનમ 143 રન બનાવીને ટીમને વર્ષ 1999 પછી પ્રથમ વખત ઈંગ્લેન્ડમાં ODI શ્રેણી જીતવામાં મદદ કરી હતી.

મંધાનાએ બંને શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ ટી20માં અણનમ 79 અને પ્રથમ વનડેમાં 91 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશની નિગાર સુલ્તાનાને પણ નોમિનેશન મળ્યું છે

અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયા સામે છ કરતા પણ ઓછી ઇકોનોમી રેટથી નવ વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના કેમરન ગ્રીન અને પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને પણ નોમિનેશન મળ્યું છે.

Also Read
- રામ ભગવાન- સીતા માતાના પાત્રમાં જોવા મળશે રણબીર- આલિયા, નિતેશ તિવારી ડિરેક્ટ કરશે ફિલ્મ
- Thomson 65-inch QLED Smart TV Review: ઓછી કિંમતમાં મોટી સ્ક્રીનવાળા ટીવીની સંપૂર્ણ વિગતો જાણો
- 56 વર્ષનો પ્રેમી ને 36 વર્ષની પ્રેમિકા….. પહેલા મશીનથી કર્યા મૃતદેહોના ટુકડા, પછી કપાયેલા અંગોને કૂકરમાં ઉકાળ્યા, સનકી પ્રેમીએ ક્રૂરતા પૂર્વક લિવ ઈન પાર્ટનરની કરી હત્યા
- Recipe / ઘરે બનાવો મસાલેદાર અને સ્વાદિષ્ટ પરંપરાગત મારવાડી પાપડનું શાક
- Accident/ ઉત્તર અફઘાનિસ્તાનમાં વાન ખીણમાં ખાબકી, મહિલાઓ અને બાળકો સહીત 24ના મોત