GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

આઇસીસીની એલાઇટ પેનલમાં ભારતીય અમ્પાયર નીતિન મેનન સૌથી યુવાન

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ તેના એલાઇટ પેનલ અમ્પાયરની યાદી જાહેર કરી છે જેમાં ભારતના નીતિન મેનનનો સમાવેશ કરવામાં આવ્યો છે. નીતિન મેનન આ પેનલમાં સૌથી યુવાન અમ્પાયર છે.  મેનને અમ્પાયર બનવા માટે પોતાની ક્રિકેટર તરીકેની કારકિર્દીનો ઘણી નાની ઉંમરમાં જ ત્યાગ કરી દીધો હતો. તેણે જણાવ્યું હતું કે મારું સપનું સાકાર થયું છે. આઇસીસીની અમિરાત એલાઇટ પેનલમાં પોતાની નિમણૂંક અંગે મેનનને કોલ આવ્યો હતો. આ સાથે જ તે ખુશીથી ઝૂમી ઉઠયા હતા. આખરે અમ્પાયર તરીકેની વર્ષોની મહેનત બાદ તેમને વિશ્વના સર્વશ્રેષ્ઠ અમ્પાયરની પેનલમાં સ્થાન મળ્યું હતું.

નરેન્દ્ર મેનનના પુત્ર નીતિન માટે અમ્પાયરિંગ જ પ્રથમ પસંદગી ન હતી

ભારતના ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ અમ્પાયર નરેન્દ્ર મેનનના પુત્ર નીતિન માટે અમ્પાયરિંગ જ પ્રથમ પસંદગી ન હતી.  પ્રારંભમાં તે ક્રિકેટ રમવા માગતા હતા. 2004માં નીતિન મેનન મધ્ય પ્રદેશ માટે બે લિસ્ટ-એ મેચ પણ રમ્યા હતા. 2006માં તેમને અમ્પાયરિંગ કરવાની તક મળી અને મેનને તેના પિતાના માર્ગે આગળ ધપવાનો નિર્ણય લઈ લીધો.  તેમણે જણાવ્યું હતું કે મારા પિતા ઇન્ટરનેશનલ અમ્પાયર હતા. 2006માં બીસીસીઆઈએ અમ્પાયર્સ માટેની પરીક્ષા લીધી હતી. દસ વર્ષ બાદ બોર્ડ આ રીતે પરીક્ષા લઈ રહ્યું હતું.  મારા પિતાએ કહ્યું હતું કે તું આ તક ઝડપી લે અને તું પાસ થઈ જઇશ તો અમ્પાયર તરીકે કારકિર્દી બનાવી શકીશ. આમ મેં પરીક્ષા આપી અને 2006માં હું અમ્પાયર બની ગયો.

2020-21ની એમ્પાયર્સ પેનલ

આઇસીસીએ જાહેર કરેલી 2020-21 માટેના અમ્પાયર્સની પેનલ આ મુજબ છે. અલીમ દાર, કુમાર ધર્મસેના, મેરિયસ ઇરાસમસ, ક્રિસ ગફાને, માઇકલ ગોગ, રિચાર્ડ ઇલિંગવર્થ, રિચાર્ડ કેટેલબોરો, નીતિન મેનન, બ્રુસ ઓક્સનફર્ડ, પોલ રાઇફલ, રોડ ટકર અને જોએલ વિલ્સન.

READ ALSO

Related posts

રાજસ્થાનમાં BTPનો મહત્વનો નિર્ણય, ફલોર ટેસ્ટમાં કોંગ્રેસ અને ભાજપ કોઇને નહી આપે મત

pratik shah

સારા અલી ખાનના ઘરે પણ કોરોનાની દસ્તક, નજીકના આ વ્યક્તિનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Bansari

ચાર ગુનેગારોની ‘અનોખી’ દોસ્તીની કહાની છે યારા, જુઓ વિદ્યુત જામવાની આ ફિલ્મનું દમદાર ટ્રેલર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!