GSTV

ICC ODI રેન્કિંગમાં ભારતીય ટીમનો દબદબો, કોહલી અને રોહિતે ઓસ્ટ્રેલિયાને પછાડી પોતાનું સ્થાન જાળવ્યું

Last Updated on January 20, 2020 by Ankita Trada

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીઅને રોહિત શર્માંને ICC વન-ડે રેન્કિંગમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ICC દ્વારા હાલમાં રમાયેલી વન-ડેની તાજા રેન્કિંગમાં કોહલી પ્રથમ સ્થાન પર છે, તો રોહિત બીજા સ્થાન પર છે. કોહલીએ 886 અંક સાથે અને રોહિત 868 અંક સાથે છે. આ બંને બેટ્સમેને છેલ્લા રવિવારે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ રમવામાં આવેલ ત્રીજા અને નિર્ણાયક વન-ડે મેચમાં ખૂબ જ શઆનદાર પ્રદશન કરી ભારતને જીતાડવામા મહત્વની ભૂમિકા ભજવી હતી.

વન-ડે રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને કેપ્ટન એરોન ફિંચને 1-1 ના સ્થાનથી ફાયદો મળ્યો હતો. ડેવિડ વોર્નર 7માંથી 6 અને એરોન ફિંચ 11માંથી 10માં નંબર પર આવી ગયા હતા.

સાથે જ બોલરની વન-ડે રેન્કિંગમાં ભારતના જસપ્રીત બુમરાહ(764), ન્યૂઝીલેન્ડના કે પેસર ટ્રેંટ બોલ્ટ (737) અને અફઘાનિસ્તાનના કે ઓફ સ્પિનર મુજીબ ઉર રહમાન (701) સાથે પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાન પર રહ્યા છે. આફ્રિકાના સૌથી તેજ બોલર કૈગિસો રબાડા (684) એક સ્થાનના ફાયદા સાથે ચોથા સ્થાન પર રહ્યા છે. જ્યારે ઓસ્ટ્રેલિયન પેસર પેન્ટ (673) અંક સાથે પાંચમા સ્થાન પર આવી ગયા છે.

આ રીતે મજબૂત થયા વિરાટ કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઉપ કેપ્ટન રોહિત શર્મા સોમવારે રમાતી ICC એક દિવસની રેન્કિંગની બેટિંગ કોષ્ટકમાં પ્રથમ બે સ્થાન પર પોતાની પકડ મજબૂત કરી છે. ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ કોહલીએ નંબર 1 અને રોહિતે નંબર 2ના સ્થાનને મજબૂત બનાવ્યું હતું.

virat kohali
virat kohali

ભારતે આ સીરિઝ 2-1 જીતી છે. કોહલીએ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ત્રણ મેચની સીરિઝમાં 183 રન, જ્યારે રોહિતે 171 રન બનાવ્યા હતા. રોહિતે બેગ્લોરમાં ત્રીજા વન-ડે 119 રનની પારી રમી હતી.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!