ICC વન-ડે રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, આ 5 ધુરંધરો છવાયા


આઇસીસીએ સોમવારે ઇન્ટરનેશનલ વન ડે રેન્કિંગની ઘોષણા કરી છે. રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ છવાયા છે. ન્યૂઝીલેન્ડ સામે વન ડેમાં 4-1થી જીત હાંસેલ કરનારી ટીમ ઇન્ડિયા બીજા સ્થાને યથાવત છે.

ટીમ ઇન્ડિયાના 122 અંક છે અને તે દુવિયાની નંબર-1 ટીમ ઇંગ્લેન્ડ (126) કરતાં ફક્ત ચાર પોઇન્ટ્સ જ પાછળ છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને ડેથ ઓવર્સ સ્પેશિયાલિસ્ટ જસપ્રીત બુમરાહ અનુક્રમે બેટિંગ અને બોલીંગના પ્રથમ સ્થાને યથાવત છે.

સાથે જ ઓસ્ટ્રેલિયામાં ધમાકેદાર પ્રદર્શન કરનાર ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ત્રણ અંકનો ફાયદો મળ્યો છે અને તે 17મા ક્રમે પહોંચી ગયા છે.

ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર 6 અંકની લીડ સાથે 17મા ક્રમે પહોંચી ગયો છે. સાથે જ ટીમ ઇન્ડિયાના યુવા સ્પિનર યુજવેન્દ્ર ચહલને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે પાંચમા નંબરે પહોંચી ગયો છે.

આ ઉપરાંત ભારતીય ઑલરાઉન્ડર ખેલાડી કેદાર જાધવને આઠ ક્રમનો ફાયદો થયો છે અને તે 35મા ક્રમે પહોંચી ગયો છે. કેદારે પાછલાં કેટલાંક સમયમાં શાનદાર ઓલરાઉન્ડરની ભુમિકા ભજવી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter