આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરીષદે (ICC) વર્ષ 2021 માટે પુરુષ ટેસ્ટ ટીમની પસંદગી કરી છે. ટીમમાં ભારત તરફથી રોહિત શર્મા, રિષભ પંત અને રવિચંદ્રન અશ્વિનને જગ્યા મળી છે. જ્યારે વિરાટ કોહલીને આ ટીમમાં જગ્યા આપવામાં નથી આવી. આ ટીમમાં ભારત અને પાકિસ્તાનના ત્રણ-ત્રણ પ્લેયર, ન્યૂઝીલેન્ડના બે, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાના એક-એક પ્લેયરની પસંદગી થઈ છે.

ગુરુવારે ICCએ આ ટીમ જાહેર કરી છે. તેમા ઓપનિંગ બેટ્સમેનની જવાબદારી શ્રીલંકાના દિમુથ કરુણારત્ને અને રોહિતને મળી છે. ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેન નંબર ત્રણ પર છે, જ્યારે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ ચોથા નંબરે છે.
ટીમની કમાન પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતનારી ટીમ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને સોંપી છે. ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરનાર પાકિસ્તાની બેટ્સમેન ફવાદ આલમ પણ આ ટીમનો ભાગ છે. ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન, ન્યૂઝીલેન્ડનો કાઈલ જેમીસન, પાકિસ્તાનનો હસન અલી અને શાહીન આફરિદી પણ વર્ષની ટીમમાં પસંદગી પામ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…
MUST READ:
- અતિ મહત્વનું! ૬૩૨ કરોડના ખર્ચે બનનારા ઈન્ટરનેશનલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું અમિત શાહ દ્વારા થશે ખાતમૂહુર્ત, અધ્યત્ન સુવિધાથી સજ્જ હશે આ કોમ્પલેક્ષ
- વીમા રત્ન યોજના/ LIC એ અત્યાર સુધીનો સૌથી અદભુત પ્લાન લોન્ચ કર્યો! 5,000 ના રોકાણ પર તમને મળશે બમ્પર વળતર
- વિચિત્ર બીમારી/ વ્યક્તિએ પત્ની સાથે સબંધ બનાવ્યાના 10 મિનિટ પછી ગુમાવી દીધી યાદ શક્તિ, ડોકટરે જણાવ્યું આનું કારણ
- દેશમાં ડ્રગ્સના દાણચોરો પર કેન્દ્રીય એજન્સીઓની તવાઈ, NCBએ 500 કરોડના પ્રતિબંધિત ડ્રગ્સ સાથે પાંચને દબોચ્યા
- RBI નો અહેવાલ/ ડિજીટલ ઈન્ડિયાના યુગમાં પણ 100 રૂપિયાની નોટ લોકોની ફેવરિટ, આ પાછળ મહત્વનું કારણ છે જવાબદાર!