સિડની ટેસ્ટ બાદ ICC ને તાજેત્તરમાં ટેસ્ટ રેંકિંગ જાહેર કર્યો છે. ICC બેટ્સમેન્સની રેકિંગમાં સ્ટીવ સ્મિથે હવે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પછાડી બીજુ સ્થાન મેળવી લીધું છે. સ્ટીવ સ્મીથે સિડની ટેસ્ટમાં 131 અને 81 રનની ઈનિંગ રમી હતી. જેનો ફાયદો કાંગારુ બોલર્સને થયો હતો.

સ્મીથનો હવે 900 રેટિંગ અંક છે. જ્યારે વિરાટનો 870 રેટિંગ અંક છે. પિતૃત્વ રજાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ બાદ તે ઘરે પરત આવ્યો હતો. સોમવારે તેની પત્ની અનુષ્કાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન 919 અંક સાથે નંબર 1 પર છે. ભારતની વાત કરીએ તો ચેતેશ્વર પુજારા 2 પગથિયા ચઢીને 8માં સ્થાન પર પહોંચી ગયા છે. પુજારાએ સિડની ટેસ્ટમાં 77 રનની ઈનિંગ રમી હતી. કાર્યવાહક કેપ્ટન અજિંક્ય રહાણેને એક સ્થાનનું નુકશાન થયું છે. અજિંક્ય રહાણે હવે 7માં સ્થાને પહોંચી ગયા છે.

Kane Williamson retains the top spot!
— ICC (@ICC) January 12, 2021
⬆️ Steve Smith takes second place
⬆️ Henry Nicholls leaps into the top 10
Here's the latest update in the @MRFWorldwide ICC Test Rankings ☝️#ICCRANKINGS pic.twitter.com/nliMxZQQGK
બોલિંગ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના જોશ હેજલવુડને ફાયદો થયો છે. હવે 8માંથી 5માં નંબરે પહોંચી ગયા છે. તેમજ પેટ કમિંસ પ્રથમ નંબર પર છે. કમિંસના 908 અંક છે. ઈંગલેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ અને ન્યૂઝીલેન્ડના નીલ વૈન્ગક ત્રીજા નંબર પર છે. મિશેલ સ્ટાર્ક 3 પગથિયા નીચે 8માં સ્થાને પહોંચી ગયા છે.
Australia's Josh Hazlewood moves up three places ⬆
— ICC (@ICC) January 12, 2021
Here's the latest bowling update in the @MRFWorldwide ICC Test Rankings pic.twitter.com/F1z6IdS9oH
ભારતીય ખેલાડીઓની વાત કરવામાં આવે તો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને 1 સ્થાનનું નુકશાન થયું છે. બુમરાહ હવે 10માં સ્થાને છે. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પણ રેન્કિંગમાં નુકશાન થયું છે. હવે અશ્વિન 9માં સ્થાને પહોંચી ગયા છે.
READ ALSO
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ