GSTV

2028માં લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં થઈ શકે છે ક્રિકેટનો સમાવેશ: ICC

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દુનિયાભરમાં સૌથી મોટી સ્પર્ધા ઓલમ્પિક્સમાં ક્રિકેટને ફરીથી સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આઇસીસીએ તેના તમામ સભ્ય દેશોને ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવા માટે એક રૂપરેખા તૈયાર કરવા જણાવ્યું છે.

ICCએ સભ્ય દેશોને કરી અપીલ

ICCએ સભ્ય દેશોને કહ્યું કે તેઓ તે વાતનું અનુમાન કરે કે ક્રિકેટને ઓલિમ્પિક્સમાં સામેલ કરવામાં આવે તો તેઓની તેમની સરકાર તથા ઓલિમ્પિકસ સંગઠન પાસેથી કેટલી આર્થિક સહાય મેળવી શકે.

ICCએ વ્યક્ત કરી આશા

ICCએ આશા વ્યક્ત કરી છે કે 2028માં યુએસના લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ થઈ શકે. ક્રિકેટને સ્થાયી અથવા અસ્થાયી રૂપે ઓલિમ્પિક્સમાં સામેલ કરી શકાય છે. આ અંગે આવતા મહિને આઇસીસી બોર્ડની બેઠક યોજાશે. આઇસીસીએ હજી સુધી 2023 પછી તેના વાર્ષિક કેલેન્ડર અંગે કોઈ નિર્ણય લીધો નથી.

માત્ર પેરિસ ઓલિમ્પિક્સમાં રમાઈ હતી ક્રિકેટ મેચ

ક્રિકેટને પ્રથમવાર 1900ની પેરિસ ઓલિમ્પિક્સમાં સામેલ કરવામાં આવ્યું હતું. તેમાંથી બેલ્જિયમ અને નેધરલેન્ડસની ટીમોએ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. પેરિસ ઓલિમ્પિક્સમાં બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે એકમાત્ર મેચ રમાઈ હતી જેમાં બ્રિટને ફ્રાન્સને 158 રને હરાવ્યું હતું. વિજેતા ટીમને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ગુજરાતના ખેડૂત પુત્રની બાસ્કેટ બોલની નેશનલ ટીમમાં થઈ પસંદગી, ભારતીય ટીમમાંથી બહેરીન રમવા માટે જશે

Karan

રિકી પોન્ટિંગની આગાહી, ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી ભારતને ટેન્શન કરાવશે

Bansari

ઇન્ડિયન ગેમર્સ માટે ખુશખબર! PUBGને ભારતમાં મળી મંજૂરી, આ રીતે યુઝ કરી શકશો નવુ વર્ઝન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!