100 દિવસ પછી વર્લ્ડ કપઃ જાણો કેમ વિરાટ અને કપિલ દેવની વાતો થાય છે

આજે 18 ફેબ્રુઆરી, ઠિક 100 દિવસ પછી ઇંગ્લેન્ડમાં શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ એટલે કે વર્લ્ડ કપ. 30-મે 2019થી લંડનનાં ઓવલ મેદાનમાં ક્રિકેટની દસ મોટી ટીમ 50 ઓવરની મેચમાં દુનિયાની નંબર વન ટીમ બનવાનો પ્રયત્ન કરશે. ઇંગ્લેન્ડ અને વેલ્સનાં 11 સ્થળો પર 48 મેચ રમાશે. દસ ટીમો વચ્ચે રોબિન રાઉન્ડ પણ રમાશે. ટોપ ચાર ટીમ સેમિફાઈનલાં પહોંચશે. ક્રિકેટનાં વિશ્વ વિજેતાનો ફેંસલો લોર્ડ્સમાં થનારા ફાઈનલ મુકાબલામાં થશે. 20 વર્ષ પછી ઇંગ્લેન્ડનાં યજમાન પદે વર્લ્ડ કપ મેચ રમાશે. આ પહેલા તે ચાર વખત વર્લ્ડ કપનું યજમાન રહિ ચુકયું છે. ઇંગ્લેન્ડે વર્ષ 1975,1983 અને 1999માં વર્લ્ડ કપની મેજબાની કરી હતી.

શા માટે ઇંગ્લેન્ડ ભારત માટે નસીબદાર?

1.વર્ષ 1975

વર્ષ 1975માં પહેલી વખત વર્લ્ડ કપનું આયોજન કરાયું હતું. જે ઇંગ્લેન્ડનાં યજમાન પદે રમાઈ હતી. આ વર્લ્ડ કપમાં એસ.વેંકટરાઘવનની કેપ્ટનશીપ હેઠળ ભારત પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગયું હતું. ભારતે ત્રણ મેચ રમી. પ્રથમ મુકાબલામાં યજમાન ઇંગ્લેન્ડ સામેની મેચમાં 202 રને હાર થઈ હતી. ત્યારબાદ ભારતે ઇસ્ટ આફ્રિકાને 10 વિકેટથી હરાવ્યું. લીગ રાઉન્ડનાં અંતિમ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય થતા વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું હતું.

2.વર્ષ 1979

ભારત માટે બીજો વર્લ્ડ કપ દિવાસ્વપ્ન જેવો સાબિત થયો. આ વખતે પણ તે પહેલા રાઉન્ડમાંજ બહાર થઈ ગયો હતો. ભારતે આ ટુર્નામેન્ટમાં ત્રણ મેચ રમ્યા અને ત્રણે મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો. ફરી એક વાર વેંકટરાઘવન નિષ્ફળ કેપ્ટન સાબિત થયાં.

3.વર્ષ 1983

સતત ત્રીજી વખત ઇંગ્લેન્ડે વિશ્વ કપની યજમાની કરી. જો કે આ વર્ષ ભારત માટે મહત્વનું વર્ષ નિવડ્યું. એક એવું વર્ષ જેણે ક્રિકેટમાં ભારતનું કિસ્મત બદલી નાંખ્યું.ઓલરાઉન્ડર કપિલ દેવની કપ્તાની હેઠળ આ ટુર્નામેન્ટમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝમાં પહેલો વિશ્વ કપ પોતાને નામે કર્યો.

લીગ રાઉન્ડનાં છ મેચમાંથી ભારતે ચાર મેચમાં જીત મેળવી સેમિફાઈનલમાં જગા મેળવી હતી. સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડને તેનાં ઘર આંગણે જ મ્હાત આપીને ફાઈનલમાં વેસ્ટ ઇન્ડિઝનો સમાનો કર્યો. લોકોની અપેક્ષાથી પર રહિને ભારતે તે સમયની નંબર વન ટીમને મ્હાત આપીને વર્લ્ડ કપ પર કબ્જો જમાવ્યો.

4.વર્ષ 1999

વર્ષ 1999માં ઇંગ્લેન્ડે ચોથી વખત વિશ્વ કપની યજમાની કરી. ભારતીય ટીમ ત્રીજી વખત મોહમ્મદ અઝહરૂદ્દીનની કેપ્ટનશીપ હેઠળ ઇંગ્લેન્ડ પહોંચી હતી. ત્યાં સુધીમાં ભારત વિશ્વની નજરમાં એક મજબૂત ટીમ બની ગઈ હતી. આ ટુર્નામેન્ટમાં ભારતે પહેલા રાઉન્ડ પાર કરીને સુપર સિક્સસુધી પહોંચવામાં સફળ રહિ હતી.જો કે ત્યારબાદ ત્રણ મેચમાંથી બે મેચ હારી જતા ભારતીય ટીમ પાછી ફરી.

2019માં કોહલી પર વિશ્વાસ!

આગામી મે-2019માં શરૂ થતા વર્લ્ડ કપમાં ભારતીય ટીમ વિરાટ કોહલીની આગેવાનીમાં ઇંગ્લેન્ડ જશે. હજુ સુધી બીસીસીઆઈએ ટીમ જાહેર કરી નથી.આઠ જુનથી ભારત સાઉથ આફ્રિકા સામે મેચ રમીને પોતાની લડાઈનો પ્રારંભ કરશે. ભારતીય ક્રિકેટ ચાહકો એવી અપેક્ષા રાખીને બેઠા છે કે, કોહલી ફરી એક વખત લોર્ડ્સમાં દુનિયાનાં સુવર્ણ ઇતિહાસનું પુનરાવર્તન કરશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter