GSTV
Home » News » World Cup 2019: બોલ વાગવા છતાં કેમ નથી પડી રહી ગિલ્લીઓ, કોહલી-ફિંચની ચિંતા વધી

World Cup 2019: બોલ વાગવા છતાં કેમ નથી પડી રહી ગિલ્લીઓ, કોહલી-ફિંચની ચિંતા વધી

વર્લ્ડ કપની મેચોમાં વિવાદો શરૂ થઈ ગયા છે. પહેલા ધોનીના ગ્લોવ્સ વિવાદ બાદ અફઘાનિસ્તાનના વિકેટ કિપરને વર્લ્ડ કપમાંથી બહાર કાઢવાનો વિવાદ અને ન સાંભળવા મળતો હોય તેવો વિવાદ સર્જાયો છે અને તે છે સ્ટમ્પ્સની ગિલ્લીનો. આ ઝિંગ બેલ્સ હવે જિદ્દી બેલ્સ બની ગઈ છે. ફાસ્ટ બોલરોનો બોલ સ્ટમ્પ પર લાગવા છતાં આ જિદ્દી બેલ પડવાનું નામ જ લેતી નથી, જેના કારણે ક્રિકેટ પ્રેમીઓની સાથે સાથે ક્રિકેટ જગતના ખેલાડીઓ પણ આશ્ચર્યની સાથે સાથે નાખુશ પણ થયા છે.

સ્ટમ્પ્સ પરની ઝિંગ બેલ્સ બની જિદ્દી બેલ્સ

વર્લ્ડ કપમાં રમાયેલી અગાઉની 14 મેચોમાંથી 5 મેચોમાં સ્ટમ્પની ગિલ્લી ન પડતાં ક્રિકેટ રશિયાઓની સાથે સાથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને એરોન ફિંચ પણ પરેશાન છે, જે અંગે આ બંને ખેલાડીઓએ ICCમાં ફરિયાદ તો કરી પણ આઈસીસી તેને ખુબ જ સામાન્ય માની રહ્યું છે. તો આઈસીસી હવે વર્લ્ડ કપમાં કોઈ બદલાવ કરવાના મૂડમાં ન હોવાનું જણાઈ રહ્યું છે. તો સોશિયલ મીડિયામાં સ્ટમ્પની ગિલ્લીઓને હવે ઝિંગ બેલ્સની જગ્યાએ લોકો જિદ્દી બેલ્સ પણ કહેવા લાગ્યા છે.

કોહલી અને ફિન્ચે ICCમાં કરી ફરિયાદ

  • ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચમાં પણ ગિલ્લી નીચે પડી ન હતી. તે બોલ જસપ્રિત બુમરાહે ડેવિડ વોર્નરને નાખ્યો હતો. વિરાટે મેચ બાદ તેના પર હેરાની વ્યક્ત કરી હતી. તો ફિન્ચે પણ આપત્તિ વ્યક્ત કરી હતી.
  • તેણે કહ્યું કે, આઈસીસીને આ અંગે સેમીફાઈનલ મુકાબલો શરૂ થતાં પહેલાં વિચાર કરવો જોઈએ, જેથી તેના કારણે પરિણામ પ્રભાવિત ન થાય.
  • તેણે કહ્યું કે, મને ખબર છે કે ડેવિટ આઉટ હતો. બોલ પણ ખૂબ જ સ્પીડથી સ્ટમ્પ પર લાગ્યો હતો.
  • તો આ મામલે કોહલીએ કહ્યું કે, મને લાગે છે કે, કોઈપણ ટીમ નહીં ઈચ્છે કે, ગેંદબાજ કોઈ સારો બોલ નાખે અને તેમ છતાં બેટ્સમેન આઉટ ન થાય. બોલ સ્ટમ્પ પર લાગ્યો છતાં લાઈટ ન થઈ, ક્યારેક લાઈટ થાય છે તો ગિલ્લીઓ નીચે નથી પડતી.

અત્યાર સુધીની 14 મેચોમાંથી કુલ 5 મેચોમાં ન પડી ગિલ્લી

  • વર્લ્ડ કપમાં અત્યાર સુધી 14 મેચોમાં કુલ પાંચ વખત આમ થઈ ચૂક્યું છે. જ્યારે સ્ટમ્પ પર બોલ લાગવા છતાં ગિલ્લીઓ પડી ન હતી. તેની પાછળ ગિલ્લીઓ વજનદાર હોવાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે.
  • નવા ઝિંગ બેલ્સમાં ફ્લેશિંગ લાઈટ્સ છે, તેના તાર પણ તેની અંદર જ છે. મનાઈ રહ્યું છે કે, તેના કારણે ગિલ્લીઓનું વજન વધી ગયું છે.
  • જો કે, આઈસીસીએ આ વાતોને તર્કહીન ગણાવ્યું છે. તેઓનું કહેવું છે કે, બેલ્સ પહેલાની જેમ જ હલકી છે અને વર્લ્ડ કપના વચ્ચેથી હવે તેને બદલવાનો વિચાર નહીં કરવામાં આવે.

Read Also

Related posts

લ્યો બોલો! પોલીસને એટલી ઉતાવળ હતી કે જોયા વિના જ ભેંસ સાથે બાંધેલા ગાડાનું ચાલાન કાપી નાંખ્યું!

Bansari

‘મોદી સરકાર દેશના યુવાઓને રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ’ અધિર રંજન ચૌધરીએ બેરોજગારી મુદ્દે કર્યા પ્રહાર

Bansari

ઓઈલ કંપની પર કરાયેલા હુમલાના શશ્ત્રો આ કંપનીએ પૂરા પાડ્યા હતા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!