GSTV
Home » News » પાકિસ્તાને આમા પણ લડી લીધું : વર્લ્ડ કપની એડમાં કર્યો અભિનંદનનો ‘યુઝ’, મોડેલ પાસે કરાવ્યું કંઇક આવું

પાકિસ્તાને આમા પણ લડી લીધું : વર્લ્ડ કપની એડમાં કર્યો અભિનંદનનો ‘યુઝ’, મોડેલ પાસે કરાવ્યું કંઇક આવું

પાકિસ્તાનના બાલાકોટમાં થયેલી એક સ્ટ્રાઇકમાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની બહાદુરીના ચર્ચા ફક્ત ભારત સુધી જ સિમિત નથી. દુનિયાભરમાં તેની બહાદુરીની પ્રશંસા થઇ રહી છે. હવે  લિસ્ટમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ થઇ ગયું છે. હકીકતમાં પાકિસ્તાન અભિનંદન પર કંઇક એવું તો ફિદા થયું છે કે તેના આ હટકે અંદાજને પોતાની એડવર્ટાઇઝમેન્ટમાં પણ સામેલ કર્યો છે.

હકીકતમાં 16 જૂને આઇસીસી વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ મેચ રમાવા જઇ રહી છે. તેવામાં સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની એડવર્ટાઇઝમેન્ટ વાયરલ થઇ રહી છે. તેમાં વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના લુકમાં એક પાકિસ્તાની મોડેલ ક્રિકેટ પર વાત કરી રહ્યો છે.

વિંગ કમાન્ડરના અંદાજમાં આપ્યો આવો જવાબ

વીડિયોમાં અભિનંદન જેવા દેખાતા મોડેલને 16 જૂને રમાનાર ઇન્ડિયા-પાકિસ્તાન મેચ વિશે સવાલ કરવામાં આવી રહ્યો છે. ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન શું હશે? ટીમ ઇન્ડિયા વિરુદ્ધ પાકિસ્તાનની ટીમનુમ ગેમ સ્ટ્રેટેજી શું હશે? આ તમામ સવાલોના જવાબમાં મોડેલ કહે છે, ‘મને માફ કરો, હું આ વિશેની જાણકારી ન આપી શકું’

વીડિયોમાં મોડેલ અભિનંદનની જેમ ચા પીતો નજરે પડી રહ્યો છે. જો કે કસ્ટડી દરમિયાન સામે આવેલા વીડિયોમાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ઘણાં શાંત દેખાઇ રહ્યાં હતા. આ નવી એડવર્ટાઇઝમેન્ટમાં અભિનંદન બનેલો પાકિસ્તાની મોડેલ ભયભીત લાગી રહ્યો છે.

Read Also

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!