GSTV

ભારતમાં 2021માં નહી રમાય ચેમ્પિયન્સ ટ્રોફી, થશે T-20 World cupનું આયોજન

Last Updated on April 27, 2018 by Bansari

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે આખરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડરમાંથી મિની વર્લ્ડ કપ તરીકે ઓળખાતી ‘ચેમ્પિયન્સ ટ્રોફી’ને પડતી મૂકવાનો નિર્ણય લઈ લીધો છે. આગામી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડરમાં ચેમ્પિયન્સ ટ્રોફીનુ સ્થાન ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ લેશે. વર્ષ ૨૦૨૧માં ભારતમાં જે ચેમ્પિયન્સ ટ્રોફી યોજાવાની હતી, તેના સ્થાને હવે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ રમાશે. નોધપાત્ર છે કે, આઇસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી પડતી મૂકવાનો નિર્ણય કોલકાતામાં યોજાયેલી મિટિંગમાં લીધો હતો. જે બીસીસીઆઇના અને આઇસીસીના ભૂતપૂર્વ પ્રમુખ અને ચેમ્પિયન્સ ટ્રોફીના માનસ-પિતા સ્વ. જગમોહન દાલમિયાની કર્મભૂમિ રહી ચૂકી છે.

 ચેમ્પિયન્સ ટ્રોફીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડરમાંથી આઉટ કરવાના નિર્ણયને કારણે ફરી વખત ક્રિકેટ ચાહકોને બે વર્ષમાં બે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જોવા મળશે. કોલકાતામાં યોજાયેલી પાંચ દિવસીય બોર્ડ મિટિંગ બાદ આઇસીસીના ચીફ એક્ઝિક્યુટીવ ડેવ રિચાર્ડસને કહ્યું કે, ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ સર્વ સંમતિથી ૨૦૨૧માં ભારતની ભૂમિ પર ૧૬ ટીમોના ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના આયોજનનો નિર્ણય લીધો છે. તેમની આ જાહેરાતથી એ બાબત સ્પષ્ટ બની ગઈ છે કે, આ મિટિંગમાં ભારતના પ્રતિનિધિ તરીકે ગયેલા અમિતાભ ચૌધરીએ પણ શરૃઆતી વિરોધ બાદ આ પરિવર્તનની તરફેણમાં વોટ આપ્યો હતો. રિચાર્ડસને જણાવ્યું હતુ કે, ૨૦૨૧માં ભારતમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટને અમે વર્લ્ડ ટી-૨૦માં ફેરવી નાંખી છે. રમતના વિકાસમાં અમારી વ્યુહરચનામાં આ બાબત બંધબેસે તેવી છે.

 અગાઉ પણ આઇસીસીએ મિની વર્લ્ડ કપ તરીકે ઓળખાતી ચેમ્પિયન્સ ટ્રોફીને પડતી મૂકવાનો મત જાહેર કર્યો હતો. જોકે બીસીસીઆઇએ તે સમયે આ વિચારનો વિરોધ કર્યો હતો. આઇસીસીના આ નિર્ણયને પરિણામે વર્ષ ૨૦૨૦માં ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર ટી-૨૦ વર્લ્ડ કપ રમાશે. જ્યારે ૨૦૨૧માં ભારતની ભૂમિ પર ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ રમાશે. નોંધપાત્ર છે કે, અગાઉ પર બે વર્ષમાં બે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જોવા મળી ચૂક્યા છે, ત્યારે ૨૦૦૯માં ઈંગ્લેન્ડની ભૂમિ પર અને ૨૦૧૦માં વેસ્ટ ઈન્ડિઝની ભૂમિ પર વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતુ.

 ચેમ્પિયન્સ ટ્રોફી પડતી મૂકવાના નિર્ણય સામે બીસીસીઆઇના વિરોધ અંગેના પ્રશ્નનો જવાબ આપતાં રિચાર્ડસને કહ્યું કે, બીસીસીઆઇના પ્રતિનિધિ બોર્ડની મિટિંગમાં હતા અને આ પરિવર્તન અમે એકમતથી પસાર કર્યું છે, એટલે મને નથી લાગતું કે, આ મામલે કોઈ વિવાદ છે. વન ડે ક્રિકેટ લીગને લીધે ચેમ્પિયન્સ ટ્રોફીનો ભોગ લેવાયો આઇસીસીના ચીફ એક્ઝીક્યુટીવે કહ્યું કે, ચેમ્પિયન્સ ટ્રોફી આમ જોવા જઈએ તો વર્લ્ડ કપ જેવી જ ટુર્નામેન્ટ છે, તેમાં ભેદ કરવો મુશ્કેલ છે. તો શા માટે વર્લ્ડ કપના આયોજન પછી ચેમ્પિયન્સ ટ્રોફી યોજવી જોઈએ. આમ કરવું અત્યંત મુશ્કેલ છે. વધુમાં એ ન ભુલશો કે ૧૩ ટીમોની વન ડે ક્રિકેટ લીગ એ વન ડે ક્રિકેટના ભવિષ્યને સુદ્રઢ બનાવવા માટેનું અત્યંત મહત્વનું કદમ છે.

જોકે એક પત્રકારે રિચાર્ડસનને સવાલ કર્યો હતો કે, જો તમે ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ કપને એક જેવી જ ટુર્નામેન્ટ ગણાવતા હોવ તો વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ના ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ અલગ-અલગ છે તેવું કેવી રીતે કહી શકો? આ પ્રકારના પીનપોઈન્ટ સવાલનો જવાબ આપવામાં રિચાર્ડસન ગુંચવાઈ ગયા હતા અને તેમણે કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ રીતે અમારે આ પ્રકારે જ કાર્યક્રમ ગોઠવવો પડે છે. અમારી પાસે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપને ૨૦૨૨માં ખસેડવાનો કોઈ વિકલ્પ જ નહતો.

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!