GSTV
Home » News » BCCIના પત્રનો ICC અધ્યક્ષ શશાંક મનોહરે આપ્યો જવાબ, પાક. પ્રતિબંધ પર કહી આ વાત

BCCIના પત્રનો ICC અધ્યક્ષ શશાંક મનોહરે આપ્યો જવાબ, પાક. પ્રતિબંધ પર કહી આ વાત

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાનોની શહીદી બાદ ભારતમાં પાકિસ્તાન સાથેના સારા સંબંધ ખત્મ કરવાની વાતે જોર પક્ડ્યુ છે.

આ સાથે જ આગામી વિશ્વકપમાં પાકિસ્તાનની સામે 16 જૂને માન્ચેસ્ટરમાં યોજાનારા મેચનો બહિષ્કાર થવાની વાત થવા માંડી છે. જેને લઇને બીસીસીઆઈ પર પણ દબાણ વધ્યું છે અને તેણે શુક્રવારે (21 ફેબ્રુઆરી) સીઓએની સાથે બેઠક કરીને આઈસીસીને એક પત્ર લખીને આગામી વિશ્વકપમાં સુરક્ષાની સારી વ્યવસ્થા કરવાની વાત કરી છે. સાથે જ પાકિસ્તાનનું નામ લીધા વગર આતંકવાદને શરણ આપનારા દેશોની સાથે ક્રિકેટ સંબંધ સમાપ્ત કરવાની માંગ પણ દરેક સભ્ય દેશો સાથે આ પત્રમાં કરી છે.

આ સ્થિતિમાં આઈસીસીના અધ્યક્ષ શશાંક મનોહરે જવાબ આપ્યો છે. તેમણે બીસીસીઆઈના પત્રના જવાબમાં શનિવારે લખ્યું, મને બીસીસીઆઈનો પત્ર મળ્યો. સુરક્ષા હંમેશા આઈસીસીની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. જ્યારે અમે 2 માર્ચે દુબઈમાં આઈસીસીની બેઠક દરમ્યાન મળીશું ત્યારે બીસીસીઆઈની સાથે વિશ્વ કપની સુરક્ષા યોજનાની વાત પણ કરીશું. જેણે જાણીને તેઓ આગામી વિશ્વકપની સુરક્ષા યોજનાઓના આધારે પોતાને સંતુષ્ટ કરી શકે છે. દરેક બોર્ડની પાસે સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી લેવાનો અધિકાર છે.

ત્યારબાદ મનોહરે સૌથી મહત્વનું ભારત પાકિસ્તાન પર પ્રતિબંધ અંગે કહ્યું, જ્યાં સુધી અન્ય મુદ્દા (પાકિસ્તાન પર પ્રતિબંધ)ની વાત છે તો હું બીસીસીઆઈના પત્રને આઈસીસી બોર્ડની સામે મૂકીશ.

આઈસીસીની વાર્ષિક બેઠક 27 ફેબ્રુઆરીથી દુબઈમાં શરૂ થઈ રહી છે, જ્યાં વિશ્વકપ પહેલા અમૂક યોજનાઓ પર ચર્ચા થવાની છે. પરંતુ આ વખતની બેઠકમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધોના વિશ્વકપના આયોજનમાં પડતી અસરનો મુદ્દો સૌથી અગત્યનો રહેશે.

READ ALSO

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!