ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્લ્ડ કપ 2023 માટે તેના પ્લેઇંગ-11ની જાહેરાત કરી છે. લગભગ દોઢ મહિના સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શનના આધારે ICCએ તેના પ્લેઈંગ-11માં 6 ભારતીય ખેલાડીઓનો સમાવેશ કર્યો છે.
ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સને જ તેમાંથી બહાર રાખવામાં આવ્યા
આશ્ચર્યની વાત એ છે કે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સને જ તેમાંથી બહાર રાખવામાં આવ્યા છે. ICCએ રોહિત શર્માને તેના પ્લેઇંગ-11નો કેપ્ટન બનાવ્યો છે. રોહિત સિવાય બાકીના 5 ભારતીયોમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેલોર્ડ કોએત્ઝીને 12મા ખેલાડી તરીકે રાખવામાં આવ્યા છે.
પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ અને બાંગ્લાદેશના એક પણ ખેલાડીને જગ્યા આપવામાં આવી નથી
આ સિવાય ન્યૂઝીલેન્ડના ડેરેલ મિશેલને મિડલ ઓર્ડરમાં જગ્યા મળી છે. બોલિંગમાં શ્રીલંકાના ફાસ્ટ બોલર દિલશાન મદુશંકાની પ્લેઈંગ-11માં પસંદગી થઈ છે. બીજી તરફ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ અને બાંગ્લાદેશના એક પણ ખેલાડીને જગ્યા આપવામાં આવી નથી.
ICCએ પ્રદર્શનના આધારે ટીમ પસંદ કરી છે
ICCએ તમામ ખેલાડીઓને તેમના પ્રદર્શનના આધારે પ્લેઇંગ-11માં સ્થાન આપ્યું છે. આ જ કારણ છે કે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 ખેલાડીઓને પ્લેઇંગ-11માં સ્થાન આપવામાં આવ્યું છે. જાડેજાની પસંદગી ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે કરવામાં આવી હતી.
વર્લ્ડ કપ 2023ના ટોપ-5 સ્કોરર
વિરાટ કોહલી – 765 રન
રોહિત શર્મા – 597 રન
ક્વિન્ટન ડી કોક – 594 રન
રચિન રવિન્દ્ર – 578 રન
ડેરેલ મિશેલ – 552 રન
વર્લ્ડ કપ 2023ના ટોપ-5 વિકેટ લેનારા
મોહમ્મદ શમી – 24 વિકેટ
એડમ ઝમ્પા – 23 વિકેટ
દિલશાન મદુશંકા – 21 વિકેટ
જસપ્રીત બુમરાહ – 20 વિકેટ
ગેરાલ્ડ કોએત્ઝી – 20 વિકેટ
ICCએ તેના વર્લ્ડ કપ પ્લેઇંગ-11ની પસંદગી કરી
ક્વિન્ટન ડી કોક, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ડેરેલ મિશેલ, કેએલ રાહુલ, ગ્લેન મેક્સવેલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, દિલશાન મદુશંકા, એડમ ઝમ્પા અને મોહમ્મદ શમી.
12મો ખેલાડી: ગેરાલ્ડ કોએત્ઝી (ફાસ્ટ બોલર)
GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/DtAxD9ZLyW2B191gUSW6jg
GSTVની એપ ડાઉનલોડ કડવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1
READ ALSO
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી સંપત્તિ છે?
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો
- શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ